BANASKANTHAPALANPUR

કમલ વિદ્યામંદિર ભૂતેડી ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

12 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાની કમલ વિદ્યામંદિર ભૂતેડી હાઈસ્કૂલ ખાતે આચાર્ય શ્રી માવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. જેની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ પ્રવૃત્તિ કન્વીનર શૈલેષભાઇ ગામીએ ઉદ્દબોધન કર્યુ. શાળાની વિદ્યાર્થીનીઓ પ્રજાપતિ પ્રગતિ, ચૌધરી અલકા, ભગત નીકિતા અને ગોહિલ પાયલબાએ સ્વામી વિવેકાનંદ તેમજ યુવા દિવસ વિશે સુંદર વક્તવ્યો રજુ કર્યા હતા. ભાગ લેનાર તમામ બાળકોને ઈનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું મીડિયા કવરેજ એસ.ડી.વ્યાસે કરેલ હતું. આ કાર્યક્રમમાં સૌ સ્ટાફ મિત્રોએ પૂર્ણ સહયોગ પૂરો પાડેલ હતો.

Back to top button
error: Content is protected !!