4 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર 23 ના રોજ બનાસકાંઠા દ્વારા સરકારી માધ્યમિક શાળા સનેસડા ખાતે ભાભર તાલુકાના 74મો વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ વન મહોત્સવના પ્રસંગે વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પરીક્ષત્ર વન અધિકારી એન એચ પટેલ, ભાભર મામલતદાર મકવાણા સાહેબ, તથા ગામના ગ્રામજનો, માધ્યમિક અને પ્રાથમિક શાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત, શાળાના આચાર્ય શ્રી કે કે પટેલ દ્વારા આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત, પ્રસંગોચિત પ્રવચન અને શાળાની જરૂરિયાત ધારાસભ્ય સમક્ષ મૂકી હતી તથા પરીક્ષ ક્ષેત્ર વન અધિકારી એન એચ પટેલ દ્વારા પર્યાવરણ બચાવવા માટે ખુબ સરસ માહિતી આપવામાં આવી હતી અને સમારંભના અધ્યક્ષ એવા વાવ ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન દ્વારા પર્યાવરણ બચાવવા અને શિક્ષણનો વ્યાપ અને ગુણવતા બાબતે ભાર મુક્યો હતો અને શાળાના આચાર્ય દ્વારા કરેલ માગણીઓને પૂરી કરવાનું વચન આપ્યું હતું જેમાં શાળાને જોડતો આરસીસી રોડ, શાળાની ભૌતિક સુવિધાઓ વગેરે અને કાર્યક્રમના અંતે વન વિભાગ તરફથી મમતાબેન ચૌધરી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. વન વિભાગ અને સનેસડા માધ્યમિક શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો