4 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પ્રજાપતિ યુવા શક્તિ ગાંધીધામ દ્વારા આયોજીત “પ્રજાપતિ ડે-ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન ૧ -૨૦૨૩ નું ડી.સી.-૫ ની પાછળ આવેલ ગ્રાઉન્ડ પર શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના મહંત પ.પૂ. બ્રહ્મચારી પ્રકાશ આનંદ મહારાજ ના વરદ હસ્તે રીબીન કાપી ટુર્નામેન્ટ ની શરૂઆત કરવામાં આવી હતી.૮ ટીમોના કૅપ્ટન અને ખેલાડીઓને આશીર્વચન આપી, રાષ્ટ્ર ગાન ગવડાવીને પ્રથમ મેચની શરૂઆત કરાવી હતી.આ ટુર્નામેન્ટ માં ૮ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ૪ મેચ નોક આઉટ પદ્ધતિ થી રમાઈ હતી.વિજયી બનેલ ટીમ સીધી સેમી ફાઇનલમાં રમી હતી,બંને સેમી ફાઇનલ ની વિજેતા ટીમો નિત્યા ઇલેવન અને ફ્રેંડ્સ ઇલેવન વચ્ચે ફાઇનલ રમાઈ હતી જેમાં નિત્યા ઈલવેન ની ટીમ વિજેતા બની હતી. ફાઇનલ મેચમાં ધમાકેદાર બેટિંગ કરનાર હાર્દિકભાઈ ને મેન ઓફ ધ મેચ અને મન ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા.તદુપરાંત બેસ્ટ બેસ્ટમેન તરીકે નિત્યા ઈલેવનના કૅપ્ટન શૈલેષભાઈને બેસ્ટ બોલર તરીકે નિત્યા ઈલેવનના નરેશભાઈ ને બેસ્ટ ફિલ્ડર તરીકે ફ્રેંડ્સ ઈલેવનના કનુભાઈને જાહેર કરાયેલ.આ ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રીની સેવા દિનેશભાઈ ઠાકોરે આપી હતી. ટુર્નામેન્ટનું લાઈવ કવરેજ જી.- ૨ ફોટો રાધનપુર દ્વારા કરવામાં આવેલ.વિજેતા ટીમને ટુર્નામેન્ટના દાતા અમરતભાઈ અને હરેશભાઈએ વિજેતા ટ્રોફી આપી હતી,જયારે રનરઅપ ટીમ ને પ્રજાપતિ મહિલા શક્તિ મંડળ ની ઉપસ્થિતમાં મહિલાઓ દ્વારા ટ્રોફી અપાઈ હતી.સમગ્ર ટુર્નામેન્ટ પ્રજાપતિ યુવા શક્તિના હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ દરેકના સાથ સહકાર થી યોજાઈ હતી. નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.