ડીસા તાલુકાની બલોધર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રજ્ઞેશકુમાર જયંતિલાલ પટેલ એ મેળવ્યો ડૉ. રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન એવોર્ડ

0
33
વાત્સલ્યમ્ સમાચાર

ટીમ મંથન ગુજરાત દ્વારા આયોજિત શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરીના સન્માનાર્થે ઉમિયાધામ, ઉંઝામાં ડો.રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન સન્માન સમારોહનું આયોજન ટીમ મંથનના નેશનલ મોટિવેટર શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગેનાજી પટેલ (પદ્મશ્રી એવોર્ડ વિજેતા, બનાસકાંઠા) કાંતિભાઈ પ્રજાપતિ (ઈન્ટેલિજન્સ બ્યૂરો નેશનલ એવોર્ડ વિજેતા, ગુજરાત ) વિનોદભાઈ (સિનિયર લેક્ચરર ડાયટ, મહેસાણા ), ધર્મચંદ આચાર્ય (વિશ્ર્વશાંતિ એવોર્ડ વિજેતા,રાજસ્થાન) ચંદુભાઈ મોદી (એ. ટી. ડી. રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા, ગુજરાત ) દિનેશભાઈ શ્રીમાળી (રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા, ગુજરાત ) કલ્યાણસિંહ પુવાર (અધ્યક્ષ, હરસિદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ, ગોધરા ), ડો.મલકપ્પા અલ્યાશ મહેશ (ચેરમેન કર્ણાટક સ્ટેટ મક્કલ સાહિત્ય પરિષદ, બેંગલુરુ, કર્ણાટક) દ્વારા સન્માનપત્ર, મોમેન્ટો, તથા મેડલ આપી સમગ્ર ભારત દેશના ૧૦ રાજ્યોના ૧૩૪ ઇનોવેટિવ શિક્ષકોનું તેમને કરેલ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડો. રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બલોધર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રજ્ઞેશકુમાર જયંતિલાલ પટેલ ની પસંદગી શાળામાં કરેલ અવનવી વિવિધ પ્રવૃત્તિઓ, ઇનોવેશન, તેમજ ૨૫૦ થી પણ વધુ ઓનલાઈન ક્વિઝ ની કામગીરી બદલ ટીમ મંથન, ગુજરાતના મુખ્ય મહેમાન ગેનાજી પટેલ (પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, હસ્તે મને ડો. રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવારત્ન સન્માનપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તે બદલ શૈલેષભાઇ પ્રજાપતિ તથા ટીમ મંથન ના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો

ભરત ઠાકોર ભીલડી

f0eed90c dad3 4704 89d5 7e5271acb1b4

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here