BANASKANTHAPALANPUR

વિદ્યામંદિર માં ૭૫ વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જયુબિલી ઉજવણી ના ચીફ ગેસ્ટ તરીકે પધારેલા જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી 

8 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરની આગવી શૈક્ષણિક સંસ્થા અને ૧૪ શૈક્ષણિક પરિસરમાં નવી પેઢીમાં કેળવણી, સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરતી વિદ્યામંદિર સંસ્થાને ૭૫ વર્ષ પુરા થતા ડાયમંડ જ્યૂબીલીની ઉજવણી થઈ રહી છે. જે પ્રસંગે ચીફ ગેસ્ટ પદે પધારેલા બનાસનું ગૌરવ એવા જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ખમતીધર બનાસકાંઠાની ધરતીને નમન કરૂ છું. માતૃભૂમીમાં આવવાનો આનંદ અનેરો હોય છે. મારૂ વતન થરાદ અને મારૂ મોસાળ પાલનપુર છે. મારા જીવનના યાદગાર દિવસો મેં અહિંયા કાઢ્યા છે. મેં કોહીનુરની જેમ વતનનું નામ રોશન કર્યું છે. વતનનું રુણ ચુકવવા મંદિરની રચના થઇ છે. જૈન શિશુ શાળાને પણ સો વર્ષ પૂર્ણ થયા છે. મારા જીવનના યાદગાર દિવસો મેં અહિંયા કાઢ્યા છે, હું દર મહિને ડીસાથી પાલનપુર આવતો હતો. બનાસકાંઠાની ધરતી અને થરાદ મને સમજે છે. વિદ્યાર્થીઓને જણાવતા તેમણે કહ્યું કે, તમને તમારૂ લક્ષ નક્કી કરવામાં તમારી જ વાતો મદદગાર થશે. માટે જાત પર જ ભરોષો રાખો અને મહેનત કરતાં રહો.

Back to top button
error: Content is protected !!