આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે  નવરંગ વાર્ષિકોત્સવ”યોજાયો

0
11
વાત્સલ્યમ્ સમાચાર

IMG 20230303 WA0242

4 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર, ખાતે તા. ૦૩ માર્ચ ૨૦૨૩ ના રોજ “નવરંગ વાર્ષિકોત્સવ” પાલનપુર જી. ડી. મોદી વિધાસંકુલ ખાતે યોજાયો. જેમાં કોલેજના રાજ્ય, રાષ્ટીય તેમજ આંતર કોલેજ-યુનિવર્સિટી અને સાંસ્કૃતિક ક્ષેત્રે સ્પોર્ટ્સ , એનએસએસ, એનસીસી તેમજ શ્રેષ્ઠ દેખાવ કરેલ વિધાર્થીઓને ઇનામ આપી સન્માનીત કર્યા હતા. આ નવરંગ કાર્યક્ર્મમાં નૃત્ય, સંગીત, સમુહ-ક્લાસીકલ-ડ્યુઅટ નૃત્ય, ગરબા, મીમીક્રી, દેશભક્તિ નાટક વગેરેમાં કોલેજના વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, તેમજ સમગ્ર સ્ટાફ અને વિધાર્થીગણે આ નવરંગ વાર્ષિકોત્સવની મજા માણી હતી. આ નવરંગ વાર્ષિકોત્સવ માં બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કેળવણી મંડળના કારોબારી સમિતિના મેમ્બર શ્રી પુષ્કરભાઇ પટેલ, ર્ડા. પરેશ પરીખ, મદદનીશ નિયામક ર્ડા. કે. ડી. સમલ, આચાર્ય ર્ડા. યોગેશભાઇ બી. ડબગર, ર્ડા. રમેશભાઇ પટેલ, ર્ડા. સંતોષસિંહ ચૌહાણ હાજર રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંચાલન ર્ડો. કે. કે. માથુર, ર્ડો. ધુવ પંડ્યાએ તેમજ સંયોજક ર્ડા. સુશીલાબેન ગટીયાલા અને આર. ડી. વરસાતે કર્યુ હતું. આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ ના સહકારથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. તેમજ વિધાર્થીઓ દરેક પ્રવૃત્તિમાં ભાગ લે અને ભણવા સાથે રમતગમત તેમજ કલામાં પણ આગળ જાય તે માટે જાગૃત થયા હતા. આ વાર્ષિકોત્સવ માં ખરેખર નવરંગને સાર્થક કર્યા હતા.IMG 20230303 WA0241

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews