BANASKANTHAKANKREJ

શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ માટે ભૂમિદાન અર્પણ કરનાર ભુમીદાતાનું સન્માન કર્યું.

શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના દિયોદર તાલુકાના રવેલના વતની વર્ષોથી ધંધાર્થે સુરતમાં સ્થાઈ થયેલ દાનવીરદાતા જેઓએ શ્રી નકલંક ગુરૂધામ શક્તિ નગર હળવદ ખાતે ગુરૂકુળ સ્કૂલમાં યથાયોગ્ય દાન, સુરત ખાતે
પ્રજાપતિ સમાજની વાડી માટે મુખ્ય હોલ,રાધનપુર પ્રજાપતિ છાત્રાલયમાં કોમ્પ્યુટર હોલ,રવેલમાં શ્રી ક્ષેત્રપાળ દાદાના મંદિરે મુખ્ય પ્રવેશદ્વાર,રવેલમાં શ્રી રામદેવપીર મંદિરના જીર્ણોદ્વારમાં યથા યોગ્યદાન,સંતશ્રી સોહમ આશ્રમ રાજપુર ખાતે મુખ્ય પ્રવેશ દ્વાર એમ અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં લાખોનું દાન અર્પણ કરનાર પ્રજાપતિ સમાજના દાનવીરદાતા પ્રજાપતિ ભીમજીભાઈ ગગાભાઈ એ તાજેતરમાં પ્રજાપતિ સમાજને વખા ખાતે આવેલ પોતાની જમીનમાંથી બે વિઘા જમીન શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજ માટે તા.૦૩/૦૨/૨૦૨૪ ને શનિવારના રોજ પોતાના નિવાસ સ્થાને દુદાભાઈ જી.પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના ઉપપ્રમુખ એવમ સુરત મહાનગરપાલિકા રિટાયર્ડ હેડ ક્લાર્ક મનસુખભાઈ ડી. પ્રજાપતિ કોલીવાડા,મંત્રી પ્રજાપતિ દિનેશભાઈ એકલવાની ઉપસ્થિતિમાં કાંકરેજ/તાલુકાના પ્રજાપતિ સમાજના ભાઈઓને ભૂમિદાન અર્પણની જાહેરાત કરેલ ત્યારે તેની ખુશાલીમાં સુરત ખાતે રહેતા શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ભાઈઓ શુક્રવારના રોજ સાંજે ફુલહાર પહેરાવી  શાલ ઓઢાડી શ્રીફળ આપી સન્માન કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button