થરા રેફરલ હોસ્પિટલની સુવિધાથી પદાધિકારીઓને અવગત કરાવતા અધિક્ષક ડૉ. ભરત ચૌધરી

0
26
વાત્સલ્યમ્ સમાચાર

6 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા IMG 20230306 WA0431

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા તથા કાંકરેજ વિસ્તારમાં ગરીબોને આરોગ્ય ક્ષેત્રે આશીર્વાદ સમાન શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રેફરલના અધિક્ષક ડૉ. ભરતભાઈ ચૌધરી દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે અને આરોગ્ય ક્ષેત્રની સરકાર દ્વારા મળતી આરોગ્યની મફત સેવાનો લાભ ખરા અર્થમાં લાભાર્થીઓને મળી રહે તે માટેના સુંદર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલમાં સ્વછતા બાબતે ખાનગી હોસ્પિટલો કરતા પણ વધારે સ્વછતા જાળવવામાં આવે છે ત્યારે દર મહિનાની ૬ ઠી તારીખે તાલુકાના મુખ્ય પદાધિકારીઓને હોસ્પિટલની મુલાકાતે બોલાવાય છે અને સરકારના નિયમ મુજબ જૂજ હોસ્પિટલોમાં જ આવી પ્રવૃતિઓ જોવા મળે છે.તાજેતરમાં કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃત ઠાકોરની મુલાકાત બાદ સોમવારે ૬ માર્ચના દિવસે ભારત સરકાર દ્વારા ચાલતા “સ્વચ્છતા મિશન ” અંતર્ગત સ્વચ્છતા દિવસની ઉજવણી અંતર્ગત હોસ્પિટલની સુવિધાઓની જાણકારી આપવા અને સૂચનો માટે ઠાકોર સમાજના અગ્રણી અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ એવમ ઠાકોર બોર્ડિંગ થરાના પ્રમુખ ભુપતજી એન.મકવાણા (ઠાકોર),સિનિયર પત્રકાર અમૃતજી ઠાકોરને રેફરલ હોસ્પિટલની સુવિધાઓ જાણવા અને ઉજાગર કરવા મુલાકાત લેવા જણાવતા રેફરલના અધિક્ષક ડૉ. ભરતભાઈ ચૌધરીએ સરકાર દ્વારા આ વિસ્તારમાં દર્દીઓને આરોગ્યની જે સેવા આપવામાં આવે છે તેની માહિતી આપી હતી અને હોસ્પિટલની કામગીરીથી પ્રભાવિત થઈ ગરીબોની સેવામાં વધારો કરવા જીલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ ભૂપતજી નાગજીજી ઠાકોરે રૂ.૫૧,૦૦૦/- દાન આપવાની જાહેરાત કરી હતી.આ પ્રસંગે અધિક્ષક ડૉ.ભરત ચૌધરી, ડૉ.અન્સારી,ડૉ.મિલન દરજી, રેફરલના સ્ટાફ નર્ષ કલાસ-૩ ના આરતી કે.ચૌહાણ,આરાધના ડી. ચૌહાણ,સોનલ જી.જોષી મોટા જામપુર,પાયલ હરદાસભાઈ ચૌધરી ચાંગા,ઉમરભાઈ પીલુડિયા,સમરથખાન અજીતખાન ખોખર,રાજુ મેમદાવાદિયા સહિત હોસ્પિટલ નો સટાફ ઉપસ્થિત રહ્યો હતો.આ અંગે નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.

IMG 20230306 WA0430

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews