BANASKANTHAKANKREJ

થરા રેફરલ હોસ્પિટલના ફાર્માસિષ્ટનો વિદાય સન્માન શુભેચ્છા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાના ભરતકુમાર બાપુલાલ હાલાણી (ઠક્કર) અભ્યાસ કરી અમરેલીના કુંકાવાવ ખાતે તા.૦૨/૦૩/૧૯૮૯ ના રોજ ફાર્માશિષ્ટ તરીકે સેવા આપી ત્યાંથી સાબરકાંઠાના માલપુર,દીઓદર અને થરા ખાતે જે.વી.શાહ
રેફરલ હોસ્પિટલમાં તા.૦૫/૧૦/૧૯૯૫ માં ફાર્માશિષ્ટ તરીકે સેવા આપવાની શરુઆત કરેલ.છેલ્લા ૨૯ વર્ષ અને ૭ માસથી નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા ભરતકુમાર બાપુલાલ હાલાણી (ઠક્કર) વય નિવૃત થતાં આજરોજ તા.૩૧/૦૩/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે લોહાણા વાડી ખાતે રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ભરતભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને,ડૉ.અબ્દુલ સઈદ અન્સારી, ડૉ.અશોકભાઈ ગૌસ્વામી,ડૉ.મિલન દરજી ની ઉપસ્થિતિમાં ટ્રસ્ટી હર્ષદભાઈ શાહ,અચરતલાલ ઠક્કર, કોલેજ ના પૂર્વ પ્રિ.ડો.હેમરાજભાઈ પટેલ, ડૉ.નટુભાઈ ઠક્કર,રઘુભાઈ દેસાઈ,ચંદુજી ઉણેચા,શિક્ષક ભારમલભાઈ પટેલ,રાજુ ઠક્કર લાટી,નિરંજન ઠક્કર સહિત હોસ્પિટલના સ્ટાફ અને નિવૃત થતા પરિવારજનોની ઉપસ્થિતિ માં વિદાય-શુભેચ્છા સ્નેહ મિલાન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભરતભાઈ હાલાણીને સૌએ ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કર્યું હતું અને નિવૃત્તિકાળનું જીવન સુખમય નીવડે તેવી શુભકામના પાઠવી હતી.કાર્યક્રમનું સંચાલન દેવ્યાનીબેન જે.ઠક્કર પાલનપુરે કરેલ જ્યારે આભાર વિધિ શ્રી પ્રગતિ બેંક પ્રાથમિક શાળાના આચાર્ય એવમ ભરતભાઈ ના ધર્મ પત્ની અંજુબેન ઠક્કરે કરી હતી.ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!