સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે આજે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શાળાના વરિષ્ઠશિક્ષકશ્રી સી બી રાવલ  દ્વારા સમગ્ર શાળા પરિવારને ઘીના મોતીચૂર લાડુનું ભોજન આપવામાં આવ્યું

0
16
વાત્સલ્યમ્ સમાચાર
  • IMG 20230121 WA0289 21 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા IMG 20230121 WA0291

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે સર ભવાનીસિંહ વિદ્યાલયના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પેથાપુર ગામના વતની શ્રી સી બી રાવલ સાહેબ ઈ:સ 1992 થી કોમર્સ વિભાગમાં સેવા આપી રહ્યા છે. પોતાની માતૃભુમિ અને પોતાની કર્મભૂમિ પ્રત્યેની લાગણી વ્યક્ત કરવા માટે તેમને સ્વેચ્છાએ બાળકો સાથે સમય પસાર કરવાનું નક્કી કર્યું હતું તે અંતર્ગત તેઓએ શાળાના તમામ બાળકોને અને સ્ટાફ પરિવારને મોતીચૂરના ઘીથી બનાવેલા લાડુનું જમણ આપ્યું હતું. તેઓશ્રીએ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતામાં શિક્ષકની સાથે સાથે 10 વર્ષ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં સુપરવાઈઝર તરીકે પણ શ્રેષ્ઠ કામગીરી કરેલી છે. શાળાના આંતરિક પ્રશ્નોનું પણ પોતાની આગવી સૂઝબૂઝથી નિરાકરણ લાવવાના પણ ઘણા સફળ પ્રયત્નો કર્યા છે. શાળાના સામાજિક વિજ્ઞાાનના પ્રખર વિદ્વાન એવા ડી કે ચૌધરીસાહેબે પ્રાર્થનાસભામાં સી બી રાવલ સાહેબના જીવનના કેટલાક પ્રસંગોનું અદ્ભુત વર્ણન કર્યું હતું. જેને સમગ્ર સ્ટાફ પરિવારને પ્રેરણા પૂરી પાડી છે. શાળાના આચાર્યશ્રીએ શાલ ઓઢાડી સી બી રાવલ સાહેબનું અને શાળાના સીનિયર શિક્ષિકાબેન શ્રીમતિ ઈંદુબેન એન સોથાએ સી બી રાવલ સાહેબના ધર્મપત્નીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ભોજનની તમામ વ્યવસ્થા જયેશભાઈ ચૌધરીએ ખુબ જ ઉત્સાહપૂર્વક નિભાવી હતી. છેલ્લે સમગ્ર શાળા પરિવારને કાર્યક્રમની સફળતા માટે શાળાના આચાર્યશ્રી અને સુપરવાઈઝરશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.IMG 20230121 WA0287

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews