22 જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
બનાસકાંઠા જીલ્લામાં છાશવારે અવનવી લોભામણી જાહેરાતો ને લઈને લોકો તેનો ભોગ બનતા હોય છે જેને લઈને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા આવી કોઈપણ લોભામણી જાહેરાતોમાં આવીને છેતરાવવું નહીં જેનું માર્ગદર્શન પૂરું પાડી રહેલા અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુર ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ એસ.લુવા (લીંબાળા-તા.સુઇગામ) નાઓની સારી કામગીરીની નોંધ લઇને માનનીય બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા માનનીય બનાસકાંઠા એસ.પી. દ્વારા તેમની કામગીરીની પ્રશંસા કરીને પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા.ખરેખર તેઓ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર આવેલ ફરિયાદોમાં ખૂૂબ જ સમય ફાળવીને જીલ્લામાં સાયબર ક્રાઇમના બનાવો અટકાવવા સારૂ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ જીવનમાં સારી પ્રગતિ કરી પોલીસ પરિવાર તેમજ જીલ્લાનું નામ રોશન થાય તેના માટે જિલ્લાની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો તેમજ અનેક લોકોને લોભામણી જાહેરાતોમાં પૂરેપૂરું માર્ગદર્શન માટેની મદદ કરવા માટે સહભાગી બની રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવારનું નામ રોશન કરવા યથાગ મહેનત કરી રહ્યા છે