વાત્સલ્યમ્ સમાચાર
લોક વિજ્ઞાન કેન્દ્ર ના સહયોગ થી શ્રી વનવાસી ઉત્કર્ષ મંડળ સંચાલિત સત્યમ વિદ્યાલય, સોલસંડા દ્વારા વિજ્ઞાન કોરનિવલ તથા સાયન્સ સિટી ની મુલાકાત લીધી તેમાં વિજ્ઞાન શિક્ષક શ્રી અરવિંદ કુમાર. વી. પટેલ, જીગર. એ. મોદી તથા ધવલભાઈ. ડી. પટેલ એ વિદ્યાર્થીઓ માં વૈજ્ઞાનિક વલણ, રસ, રુચિ પેદા થાય તે અંગે જરૂરી માર્ગદર્સક સૂચનાઓ આપી સાયન્સ સિટી ના જુદા જુદા વિભાગો જેવાકે 3D રંગોળી,ઓડિટરીયમ, લાઈફ સાયન્સ પાર્ક, પ્લેનેટ અર્થ,રોબોટિક ગેલેરી, એકવાટિક ગેલેરી,હોલ ઓફ સાયન્સ, I મેક્સ થી રૂબરૂ કરાવ્યા. જેમાં બપોરે વિદ્યાર્થીઓને અડાલજ સ્વામિનારાયણ મંદિર ખાતે માં અન્ન પૂર્ણા ભોજનાલય માં શુદ્ધ અને સાત્વિક ભોજન કરાવ્યું તથા રાત્રે રિટર્ન માં અડાલજ ત્રિમંદીર માં દર્શન કરી રાત્રી નું ભોજન પણ ત્યાંજ લીધું આમ વિદ્યાર્થીઓએ એકદરે ખુબ મજા કરી.