6 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજરોજ તા.6/3/2023 ના કમલ વિદ્યામંદિર ભૂતેડી ખાતે વિશ્વ ગ્રાહક અધિકાર દિન ની ઉજવણી આચાર્ય શ્રી માવજીભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી. પ્રસંગની શરુઆત પ્રાર્થના કાર્યક્રમ બાદ કરવામાં આવી. પ્રવૃત્તિ કન્વીનર એસ.ડી.વ્યાસે ગ્રાહક અધિકાર દિન ની રુપરેખા સમજાવી.સહાયક ઉમેદસિંહ વાંકે વિષયાનુસંધાને વક્તવ્ય આપ્યું પ્રિયાંશી ભગત તથા ધોરણ 11 ના હેતલબા તથા પ્રિયા ભગત અને મયુર ભગતે પણ સુંદર વક્તવ્યો આપ્યાં. ત્યારબાદ તમામ બાળકોને ચોપડો અને પાણીની બોટલ ગિફ્ટ તરીકે આપવામાં આવી. સ્ટાફ મિત્રોએ ખુબ જ સહકાર આપ્યો હતો. ત્યારબાદ બાળકો દ્વારા જાગો ગ્રાહક જાગો ના સુત્રો સાથે રેલી કાઢવામાં આવી. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 14 માર્ચ થી શરૂ થતી હોવાથી પરીક્ષા કામગીરી ની વ્યસ્તતા ને કારણે આ કાર્યક્રમ આજે અગાઉથી કરવામાં આવેલ હતો.આમ સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવેલ હતો.