ડાંગ જિલ્લામાં મરાઠા સમાજ દ્વારા બેલપોળા પર્વની ઉજવણી કરવામાં આવી..

0
32
વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
IMG 20230914 WA0745ડાંગ જિલ્લામાં મરાઠા સમાજ દ્વારા “બેલપોળા” તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન બળદ પોતાના ખેડૂત માલિકના ખેતરમાં કામ કરે છે ત્યારે “બેલપોળા” ના રોજ બળદને વર્ષ દરમિયાન ખેતીના કામ કરવા બદલ આભાર માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવતી હોય છે.ડાંગ જિલ્લામાં રહેતા મરાઠા સમાજ દ્વારા “બેલપોળા” તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. બળદ વર્ષ દરમિયાન ખેતરમાં કામ કરે છે. ત્યારે શ્રાવણ વદ અમાસના રોજ ખેડુત દ્વારા  બળદને શણગારવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. તેમજ અનેક પ્રકારની વાનગીઓ બનાવીને બળદને ખવડાવવામાં આવે છે. અને બળદની માટીની નાની સરખી મૂર્તિ બનાવીને તેની પણ પૂજા કરવામાં આવતી હોય છે. બળદની પૂજા કરીને ખેડૂત એક પ્રકારનો આભાર વ્યક્ત કરે છે.પૌરાણિક કથાઓ અનુસાર, શ્રીકૃષ્ણ ને મારી નાખવા માટે કંસ એ પોલાસુર નામના એક રાક્ષસને  શ્રાવણ માસના અમાસના રોજ મોકલ્યો હતો. તે દિવસે શ્રી કૃષ્ણએ પોતાની લીલાથી પોલાસુર નામના રાક્ષસનું પતન કર્યો હતો તે દિવસથી અમાસના રોજ “બેલપોળા” તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તેમજ તેને પીઠોરી અમાસ પણ કહેવામાં આવતી હોય છે.બેલપોળા” નિમિત્તે ડાંગ જિલ્લાના મરાઠા સમાજ એ બળદની પૂજા કરી હતી અને તેનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ અનેક પ્રકારની વાનગીઓ બનાવીને બળદને ખવડાવવામાં આવી હતી.અને માટીથી બનાવવામાં આવેલ નાની સરખી બળદની પ્રતિમાની પણ પૂજા કરવામાં આવી હતી..

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here