BHARUCHJHAGADIYA

ઉમલ્લા 108 ની ટીમે તરસાલી ગામની મહિલા ને એમ્બ્યુલન્સમા સફળ પ્રસુતિ કરાવી

ભરૂચ 108 ઈમરજન્સી સેવા 365 દિવસ લોકોનો જીવ બચાવવા માટે હર હંમેશા તૈયાર અને તત્પર રહે છે તેના જ ભાગરૂપે તારીખ ૨૫ જાન્યુઆરી ૨૦૨૪ ને ગુરુવાર ના રોજ સવારે ઉમલ્લા 108 ઈમરજન્સી સેવાને ભાલોદ નવી તરસાલી ગામનો પ્રસુતીના દુખાવાનો ઈમરજન્સી કોલ મળતા ઉમલ્લા 108 ઈમરજન્સી સેવાના ઇએમટી હિનાબેન અને પાયલોટ રવીન્દ્ર ભાઈ ગણતરીના સમયમાં ૧૦૮ એમ્બ્યુલન્સ લઈને નવી તરસાલી ગામે હુસેની ચોક ખાતે પહોંચી ગયા હતા. ત્યાં તરસાલી ગામના બેનને પ્રસ્તુતીનો દુખાવો ઉપડતા તેઓને ઈએમ.ટી હિનાબેન દ્વારા તપાસતા હોસ્પિટલ ખસેડવાની જરૂરીયાત જણાતા બેનને એમ્બ્યુલન્સમાં લઈ ઈ.એમ.ટી અને પાયલોટ નવી તરસાલી ઞામથી ઝઘડિયા જઈ રહ્યા હતા તે સમયે ખડોલી ગામ નજીક સગર્ભા ને અસહ્ય પ્રસૂતિ ની પીડા ઉપડતા ઇએમટી હિનાબેને પાયલોટ રવીન્દ્ર ભાઈ ને કહી એમ્બ્યુલન્સ સાઇડમાં ઉભી રખાવી બેનને ચેક કરતા જરૂર જણાતા તાત્કાલિક ડિલિવરી કીટ તૈયાર કરી અમદાવાદ સ્થિત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ થોડી જ ક્ષણોમાં એમ્બ્યુલન્સ માં જ સફળ પ્રસૂતિ કરાવી હતી સગર્ભા એ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો અને સ્થળ પર જરૂરી સારવાર આપી માતા અને બાળક ને સામૂહિક આરોગ્ય કેન્દ્ર અવિદ્યા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જણાવેલ છે. આથી તેમના પરિવારમા ખુશીનો માહોલ સર્જાયો હતો.

Back to top button
error: Content is protected !!