નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાઇ

0
28
વાત્સલ્યમ્ સમાચાર

નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાઇખેડૂત તાલીમ 2 ખેડૂત તાલીમ 3

 

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભરૂચ જીલ્લામાં ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.

 

આ શિબિરમાં જીવામૃત બનાવવું, ગૌ કૃપા અમૃતમ કલ્ચર બનાવવું, અળસિયાનું ખાતર, તેમજ પ્રાકૃતિક ખેતી અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

 

પ્રાકૃતિક ખેતી અને બદલાતા હવામાનમાં રોગ-જીવાત વ્યવસ્થાપન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જંતુ નાશક દવાના વિકલ્પો, કેનોપી મેનેજમેન્ટ તથા રોગ જીવાત વિશે ખેડૂતોએ પ્રશ્નોત્તરી કરી હતી. જે પ્રશ્નોત્તરીમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રવિણભાઈ માંડણી તેમજ નેત્રંગના તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી યોગેશ પવાર વગેરે અધિકારીઓ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું હતું.

 

આ શિબિરમાં ગ્રામ નિર્માણ કેળવણી મંડળના પ્રમુખ યોગેશ જોશી, નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાના આર્ચાયશ્રી ડૉ. દિનેશ પી.ચૌધરી અને મંત્રી શ્રી માનસિંહ માંગરોલા તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ- બહેનોએ તાલીમમાં ભાગ લીધો હતો.

 

બ્રિજેશકુમાર પટેલ

પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકા

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews