ઉમલ્લા ગામમાં નિશુલ્ક સ્ત્રી રોગ નિદાન શિબિર યોજાઇ હતી,
જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો.
ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર
ખાતે આજરોજ રાજશ્રી પોલીફીલ અને કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક સ્ત્રી રોગ નિદાન શિબિર યોજાઇ હતી જેમાં મહિલાઓ ને લગતી સમસ્યાઓની સારવાર કરવામાં આવી એને જરૂરિયાત વાળા દર્દી ઓ ના પેપ્સ મેયર લેવામાં આવ્યા હતા.પેપ્સ મેયર કોઈ તકલીફ જણાઇ તો વધુ સારવાર કરવામા આવશે તેમ જણાવ્યું હતું આ શિબિર મા મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત સ્ત્રીરોગ નિદાન નિષ્ણાત તબીબ ડૉ.કેવિન તેમજ તેઓની ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી. ઉમલ્લા ખાતે રાજેશ્રી પોલીફેલ કંપની દ્વારા સમયાંતરે નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ આખ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થાય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે.
ઈરફાન ખત્રી
રાજપારડી