અંકલેશ્વર: એક્સપ્રેસ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત, 3થી 4 લોકો ઇજાગ્રસ્ત


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નજીકથી પસાર થતા દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર આજે પૂરઝડપે દોડી રહેલી બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.એક કાર તો હાઇવેથી નીચે પલટી ગઈ હતી.પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં કારમાં સવાર 3થી 4 લોકોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ દરમિયાન એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો અકસ્માત સાથે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



