ભરૂચ આરોગ્ય ધનવંતરી રથ ને બે વર્ષ પૂર્ણ થતા ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ઉજવણી કરવામાં આવી
સમીર પટેલ, ભરૂચ
બાંધકામ બોર્ડ અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથ ને બે વર્ષ પૂર્ણ થતા બંને ધનવંતરી આરોગ્ય રથ ના બધા સહ કર્મચારીઓ અને ધનવંતરી બોર્ડના પ્રોજેક્ટ મેનેજર કિંજલબેન પ્રોજેક્ટ કોર્ડીનેટર ચેતન જાદવ 108 ના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સર સાથે રહીને કેક કાપીને બે વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરેલ હતી બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો અને કડિયા નાકા પર જઈને શ્રમિકોને નિશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરીને બધા લાભાર્થીઓને લાભો આપેલ છે જે પૈકી બંને આરોગ્ય રથ મળીને ૯૫૦૦૦ જેવી ઓપીડી બે વર્ષમાં કરેલ છે આરોગ્ય રથમાં અને ૧૦૦૦૦ ઇ નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવેલ છે આ બધા કાર્યોમાં મેડિકલ ઓફિસર થી લઈને લેબલ કાઉન્સિલર અને અન્ય સ્ટાફ નો પણ સંપૂર્ણ એક સમાન યોગદાન રહેલું છે.



