શ્રી કષ્ટભંજન દેવ મંદિર જંબુસરમાં હનુમાન ચાલીસાના પાઠનું ભવ્ય આયોજન થયું

0
9
વાત્સલ્યમ્ સમાચાર

શ્રી કષ્ટભંજન દેવ મંદિર જંબુસરમાં હનુમાન ચાલીસાના પાઠનું ભવ્ય આયોજન થયુંIMG 20230305 WA0010.

રંગ અવધૂત નગર સોસાયટીમાં આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત ગતરોજ શ્રી પૂનમભાઈ પટેલ, શ્રી રાજુભાઈ, શ્રી ભિખુજીરાવ જાદવ, કિરીટભાઈ , ભઈલાલભાઈ તથા ઉપસ્થિત ભક્તોએ ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી જેના કારણે આજુબાજુનું વાતાવરણ પણ ભક્તિમય બની ગયું હતું.
આ સમયે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સમયે ઉપસ્થિત ટ્રસ્ટીઓમાં શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ગત હનુમાન જયંતિના દિવસે આ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારથી સરદારનગર સોસાયટી, ગાયત્રી નગર સોસાયટી અને શ્રી રંગ અવધૂત નગર સોસાયટી પરિવારજનો આ મંદિરે નિયમિત આરતી, થાળ અને પ્રસાદનું આયોજન કરે છે અને રોજ ભાવિક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews