BHARUCHNETRANG

શ્રી ખોડલધામ મંદિર મહોત્સવનું આમંત્રણ આપવા માટે રથનું ભરૂચ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…

 

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત શ્રી ખોડલધામ મંદિર કાગવડની પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરી ૨૦૧૭માં કરવામાં આવી હતી, પ્રાણ પ્રતિષ્ઠાને ૧૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસીય દશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આયોજનના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના ત્રણ ઝોનમાં અલગ અલગ રથ ફાળવવામાં આવ્યા છે, જે રથ દ્વારા દશાબ્દિ મહોત્સવનું આમંત્રણ દરેક પરિવારને આપવામાં આવશે, ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામમાં દરેક પરિવાર સુધી દશાબ્દી મહોત્સવનો આમંત્રણ પહોંચે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.

 

દક્ષિણ ગુજરાત ઝોનમાં વાપી વલસાડ નવસારીથી રથનું પરિભ્રમણ શરૂ થયું હતું, જે તાપી માંડવી બાદ નર્મદા જિલ્લો અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં તેનું આગમન થવા પામ્યું છે, ભરૂચ ખાતે શ્રી ખોડલધામ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ભરૂચ શહેરના ઝાડેશ્વર ગામ , પ્રમુખ પાર્ક રોડ, પટેલ નગર, યોગીદર્શન, માનસનગર રોડ, શ્રીજીદર્શનના વિસ્તારમાં આવતી દરેક સોસાયટી ખાતે માતાજીની આરતી કરીને માતાજીની આરાધના કરવામાં આવી હતી . આ રથના સ્વાગત માટે ઝાડેશ્વર ના આગેવાન શૈલાબેન પટેલ, તથા કૌશીકભાઇ પટેલે માતાજીની આરતી કરી આ યાત્રામા જોડાયા હતા

આ યાત્રાનુ આયોજન જિલ્લાના સહ કન્વીનર કાર્તિક ઘશડીયા, કન્વીનર પિયુષ પટેલ, તથા ઉર્મિબેન વાનાણી ,તથા સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમા ભરૂચ જિલ્લાના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. આ રથનુ સમાપન પ્રસંગ પાર્ટી પ્લોટ, ઝાડેશ્વર ખાતે માતાજીની મહા આરતી કરી કરવામા આવ્યુ હતુ

Back to top button
error: Content is protected !!