વાત્સલ્યમ્ સમાચાર
.
નવયુગ વિદ્યાલય જંબુસરમાં શાળાના વિદ્યાર્થિઓ અને શિક્ષકો દ્વારા ધૂળેટી પર્વની ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક બીજા ઉપર રંગો લગાવી ધૂળેટી પર્વની એક બીજાને શુભેરછાઓ આપી હતી.
શાળાનાં આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે હોળી – ધૂળેટી પર્વનું મહત્વ સમજાવ્યું હતું અને કહ્યું હતુ જુદાં જુદાં રંગોથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય.
શાળા મંડળનાં પ્રમૂખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબે શાળા પરિવારને હોળી પર્વની શુભેચ્છા પાઠવી હતી.