BHARUCH

નેત્રંગ બેંક ઓફ બરોડા શાખામા પ્રિન્ટર મશીન બંધ હાલતમા રહેતા. ખાતા ધારકોને કોરી પાસબુકો પધરાવતા કમઁચારીઓ. 

નેત્રંગ બેંક ઓફ બરોડા શાખામા પ્રિન્ટર મશીન બંધ હાલતમા રહેતા. ખાતા ધારકોને કોરી પાસબુકો પધરાવતા કમઁચારીઓ.

પરપ્રાંતીય સ્ટાફ થી લોકો હેરાનપરેશાન.

બ્રિજેશકુમાર પટેલ

પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકા

નેત્રંગ નગર મા આવેલ એક બેંક મા લાંબા સમય થી પ્રિન્ટર મશીન ખોટકાતા ખાતા ધારકો ને કોરી પાસ બુક પકડાવી કમઁચારીઓ રવાના કરે છે,  બેંક નો સ્ટાફ હિંદી ભાષી હોવાથી અભણ આદિવાસી ખાતા ધારકો તોબા પોકારી ઉઠીયા છે. બીજી તરફ બેંક મેનેજર પાસે ફરિયાદ કરતા ઉપલી કચેરીને જાણ કરી છે. નો જવાબ આપી પોતાની જવાબદારી માંથી છટકી જાઇ છે.નેત્રંગ નગર ખાતે નેત્રંગ- અંકલેશ્વર રોડ પર એક પ્રેટોલપંપ ના કમ્પાઉન્ડ મા બેંક ઓફ બરોડા ની શાખા આવેલ છે. આ શાખા મા નેત્રંગ નગર સહિત તાલુકાના અન્ય ગામોના મળી મોટી સંખ્યા મા ખાતા ધારકો છે,  જેમા અભણ ગરીબ આદિવાસી ખાતા ધારકો મોટી સંખ્યા મા છે. સરકાર માબાપ થકી વિવિધ યોજનાઓ ના નાણા જેતે લાભાર્થીઓ ના ખાતા મા સીધા જમા કરવાની નેમ હોવાને લઇ ને વિધવા મહિલાઓ થી લઈ ને ખેડૂતો સહિત જેતે વ્યક્તિને સરકારની યોજનાઓ નો સીધો લાભ મળતો હોય તેવા તમામ લોકોના ખાતાઓ આ બેંક મા છે.

બેંક ઓફ બરોડા નેત્રંગ શાખા મા લાંબા સમય થી પાસબુક પ્રિન્ટર મશીન ખોટકાયેલ છે. જેને લઇ ને ખાતા ધારકોને બેંક ના જવાબદાર કમઁચારીઓ કોરી પાસ બુકો પધરાવી ગ્રાહકોને રવાના કરી દેતા હોવાની ફરીયાદો ઉઠી છે. કોરી પાસ બુક અભણ આદિવાસી ગ્રાહકો ને મળતા તેઓના ખાતા નંબર થી લઇ ને પોતાના ખાતામા કેટલા રૂપિયા પોતાના ખાતા માંથી ઉપાડવામા આવ્યા છે. અને કેટલા રૂપિયા જમા છે. તેની કોઈ પણ જાતની માહીતી પ્રાપ્ત થતી નથી. જેને લઈ ને ખાતા ધારકો હેરાનપરેશાન થઇ રહ્યા છે.

જેમા ખાસ કરી સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ મેળવવા માટેના ભરાતા ફોઁમોમા લાભાર્થી નુ કઇ બેંક મા ખાતુ ચાલે છે. તે બેંક ના નામથી લઈ ને ખાતા નંબરની માહિતી જેતે કચેરીઓ મા માગવામા આવતી હોય છે. નેત્રંગ નગર સહિત પંથક ના ગરીબ અભણ આદિવાસીઓ ખાતા ધારકોને બેંક ઓફ બરોડા ના કમઁચારીઓ કોરી પાસ બુકો પધરાવતા હોવાથી ખાતા ધારકો હેરાનપરેશાન થઈ તોબાપોકારી ઉઠયા છે.

નેત્રંગ તાલુકા ના ભોટનગર ગામનો ખાતા ધારક વસાવા વિઠ્ઠલભાઈ છોટુભાઈ કે જે એક ખાનગી કંપની મા મંજુરી કરી ગુજરાન ચલાવતો હોય.  સદર ગ્રાહકને કંપની ના પીએફ ખાતામા જમા થયેલ નાણા ઉપાડવા માટે પીએફ ઓફીસ મા બેંક ના નામથી લઈ ને ખાતા નંબર ની વિગત આપવાની હોય, પરંતુ બેંક તરફથી કોરી પાસ બુક તેઓને પધરાવવામા આવતા છેલ્લા કેટલાક વખતથી પાસ બુક મા ખાતા નંબર સહિત ની વિગતો ભરાવવા માટે ધરમધકકા ખાઇ રહ્યા છે. આજ રોજ પણ બેંક મા પાસ બુકમા વિગતો ભરાવવા માટે જતા બેંક મેનેજર ને પ્રિન્ટર મશીન ચાલુ કરાવવા માટે પુછતા જણાવેલ કે અમારી ફરજ ઉપલી કચેરીને જાણ કરવાની છે. પાસ બુક ને લગતી માહિતી માટે સામે બેઠેલા કર્મચારી ને મળો તેની પાસે જતા જણાવેલ કે પાસ બુક મા એન્ટી બહાર થી જ થશે અહિયા થી નહિ થાય. ખાતા ના સટેમેનટ ની વિગત જોઇતી હોય તો અમુક નંબર નુ ફોર્મ ભરો પછી મળશે. પરંતુ ગ્રાહક ને પાસ બુક ના પહેલા પાન પર પોતાનુ નામ , ખાતા નંબર , બેંક નુ નામ, બેંક નો આઇએફસી નંબર પ્રિન્ટર કરેલ પ્રથમ પાન ની જરૂરીયાત હોય.

જેને લઈ ને છેલ્લા કેટલાક વખતથી સદર ગ્રાહક થી લઇ ને અન્ય ગ્રાહકો હેરાનપરેશાન થઈ રહ્યા છે.

 

બેંક પછાત વિસ્તાર મા આવેલ હોય.  બેંક મા મોટા ભાગના ખાતા ધારકો  આદિવાસી લોકો છે. જે લોકો ની આદિવાસી બોલી વધુ વહેવાર મા હોય. માંદ કેટલાક આદિવાસી લોકો ગુજરાતી બોલતા હોય છે. ત્યા બેંક બરોડા શાખા મા હિન્દી ભાષી કમઁચારીઓ મોટા ભાગના હોવાથી ખાતા ધારકો ઓર હેરાનપરેશાન થતા હોય છે. ખાતા ધારકો સાથે ઉધધતાય ભયુઁ વતઁન કરતા હોવાનુ ખાતા ધારકો મા ચચાઁઇ રહ્યુ છે. ખાતા ધારકો ની માંગ છે. કે નેત્રંગ શાખામા ગુજરાતી સ્ટાફ સહિત પ્રિન્ટર મશીન વહેલી તકે ચાલુ કરવામા આવે.

 

બેંક મા અન્ય પ્રિન્ટર મશીન હોય ત્યાંથી પણ ખાતા ધારકોને પાસબુક પ્રિન્ટ કરી આપીને ગ્રાહકો ને મદદ રૂપ થાય તે બાબતે બેંક ઓફ બરોડા ના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન પર લેશે ખરા ???

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!