BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ: ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કંપનીમાં પ્રચંડ ધડાકો, એક કામદારનું મોત-એક સારવાર હેઠળ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક કામદાર સારવાર હેઠળ છે

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીનો બનાવ, નાઈટ્રેકસ કંપનીમાં સર્જાય દુર્ઘટના, પ્રચંડ ધડાકો થતા દોડધામ, એક કામદારનું નિપજ્યું મોત, અન્ય એક કામદાર સારવાર હેઠળ

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક કામદાર સારવાર હેઠળ છે ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં અચાનક થયેલા બ્લાસ્ટથી દોડધામ મચી જવા પામી હતી.રસાયણિક પ્રક્રિયા દરમ્યાન બોલ ડાઈઝેસ્ટરમાં થયેલા આ વિસ્ફોટને કારણે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. વિસ્ફોટનો ધડાકો એટલો જોરદાર હતો કે કંપની આસપાસ ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. બ્લાસ્ટના પગલે નજીકમાં કામ કરી રહેલા 2 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. બન્નેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું મોત થયું હતું જ્યારે ભિલોડ ગામના મહેશ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ઝઘડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટ રસાયણિક પ્રક્રિયામાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ સામે આવશે.

Back to top button
error: Content is protected !!