
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૪-૦૭-૨૦૨૪
નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.આર ગોહિલ દ્વારા નેત્રંગ તાલુકા પંચાયતના સભાખંડમાં નેત્રંગ મામલતદાર રીતેશભાઈ કોકણી,નેત્રંગ કોર્ટ-બાર એસોસિએશનના પ્રમુખ પ્રવિણભાઈ પરમાર, ઉપ પ્રમુખ સ્નેહલકુમાર પટેલ અને વકીલ મંડળના સભ્યો,વિવિધ ગામોના સરપંચો અને આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા. નવા ફોજદારી કાયદા અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેત્રંગ વકીલ મંડળના સભ્યો અને પોલીસે નવા ફોજદારી કાયદા વિશે વિસ્તૃત સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


