વિશ્વ મહિલા દિન ના ઉપક્રમે કોહલર કંપની દ્વારા ગ્રામીણ મહિલાઓને અનોખી ભેટ આપવામાં આવી.
કોહલર, પર્યાવરણ ફાઉન્ડેશન અને તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સહયોગ થકી નવાગામ મોટા અને ભરૂચની આંબા ગામની મહિલાઓને બાથરૂમ બનાવી આપવામાં આવ્યા તથા બાલટી અને ટમ્બલર ની ભેટ આપવામાં આવી.
વિશ્વ મહિલા દિવસ ના ઉપક્રમે ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી કોહલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા મહિલાઓ ને અનોખી ભેટ આપવામાં આવી. કંપની તેના સીએસઆર ફંડ માંથી ઝઘડિયા તાલુકાના ગામોમાં સ્થાનિકોની મૂળભૂત જરૂરિયાતો ના કામો જેવા કે ટોયલેટ, બાથરૂમ બનાવવા, આરો પ્લાન્ટ બનાવવા, શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય, ક્ષેત્રે ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે. હાલમાં કંપનીએ તેની સ્થાપના ના સફળ ૧૫૦ વર્ષ પુરા કર્યા છે જેના અનુલક્ષીને વિશ્વ મહિલા દિન નિમિત્તે કોહલર કંપની તથા તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયત અને પર્યાવરણ ફાઉન્ડેશનના સહયોગથી તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવાગામ મોટા અને ભરૂચી આંબા ગામની મહિલાઓને એક અનોખી ભેટ આપી છે, કંપની એ સીએસઆર ફંડ માંથી કંપની દ્વારા બંને ગામોની ૧૫૦ જેટલી મહિલાઓને વિશ્વ મહિલા દિવસની ભેટ રૂપે ઉત્તમ ક્વોલિટીના ૧૫૦ બાથરૂમ્સ બનાવી આપવામાં આવ્યા છે, તથા પર્યાવરણ ફાઉન્ડેશન દ્વારા સાથે સાથે દરેક લાભાર્થીને બાલટી તથા ટમ્બલર ની ભેટ આપવામાં આવી છે. કોલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, પર્યાવરણ ફાઉન્ડેશન અને તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તેના સમાવિષ્ટ ગામોમાં ગ્રામજનોની તમામ પ્રાથમિક જરૂરિયાત તેમજ રોજગારીની જરૂરિયાતોના કામો સીએસઆર એક્ટિવિટી હેઠળ કરવામાં આવે છે. વિશ્વ મહિલા દિન નિમિત્તે ભરૂચી આંબા તથા નવાગામ મોટા ની મહિલાઓને બાથરૂમ્સ ની ભેટ આપવા માટે ખાસ કોહલર કંપનીના માલિક લૌરા કોહલર મેડમ તથા તેમની યુએસએ થી પધારેલ ટીમ ખાસ ઉપસ્થિત થયા હતા. આ સાથે સાથે કંપનીના વિપિન સર, કંપની ના બન્ને યુનીટના એક્ઝિક્યુટિવ, મેનેજર, એન્જિનિયર, તલોદરા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્મિલાબેન, સભ્ય રંજનબેન, જિજ્ઞાસાબેન તથા ગામ આગેવાન વિઠ્ઠલભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઈરફાન ખત્રી
રાજપારડી