BHARUCH

જંબુસર શહેર માં રોડ પર ગટરના ઉભરાતા ગંદા પાણી થી જલાલપુરાના રહીશો હેરાન પરેશાન

જંબુસર નગરપાલિકા પાણી લાઈટ.સફાઈ. અને ગટર સુવિધામાં તદ્દન નિષ્ફળ રહેલ છે કાયમ નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રોજબે રોજ ગટરના ગંદા પાણી રોડ પર વહે છે ખરાબ ગંધ મારે છે રોગચાળો ફાટી નીકળવાનો ભય રહે છે હાલ ઘરોમાંથી બહાર નીકળવા માટેના ગંદા પાણી ઉપરથી પસાર થવું પડે છે ભયભીત બનેલા નગર ના રહીશો મજબુર છે કોઈ સભરનાર નથી.
હાલ હિન્દુ મુસ્લિમ સમાજના તેહવાર ચાલે છે પવિત્ર મોહરમ તહેવારો હોય જલાલપુરાના રહીશો નમાજ પઢવા માટે ગટરના ખરાબ પાણી ઉપરથી પસાર થઈને જવું પડે છે ગટરના ચેમ્બરમાં રોડનું મટીરીયલ પડી જવાથી ગટેરો ની લાઈન ચોક્પ થઈ છે તેને લઈને ગટરના ગંદા પાણી જલાલપુરા ફળિયામાં ગટરના ગંદા પાણી રોડ ઉપર વહે છે જલાલપુરાના રહીશો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરતા જંબુસર નગરપાલિકાના સત્તા દેશોનું પેટનું પાણી હાલતું નથી
નગરના રહીશો ની હાલાત કફોડી બની છે જાયે તો જાયે કહાં જેવી પરિ્થિતિ થઈ ગઈ છે સમસ્યાનો નિવેડો વેહલી તકે આવે તેવી લોકો રાહ જોઈ રહ્યા છે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button