ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામે વિકસીત ભારત સંકલ્પયાત્રાનો રથ આવી પહોચ્યો

0
305
વાત્સલ્યમ્ સમાચાર

ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું સાથે કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી

ભરૂચ- મંગળવારઃ- ભારત સરકાર અને રાજ્ય સરકારનું કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના ગ્રામજનો સુધી પહોંચે તેવા આશયથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સાતમા  દિવસની ઉજવણી ઉચેડીયા ગામે કરવામાં આવી હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં વિવિધ શાખાઓ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિષે માહિતી આપેલ પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટે વધુ પ્રચાર પ્રસારણ તેમજ ICDS ના CDPO, કર્મચારી અને કાર્યકર દ્વારા મિલેટ અને THRનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓની પ્રદર્શન કરવામાં આવેલ અને તેનું મહત્વ સમજાવવામાં આવેલ, ICDS તથા તેડાગર, આરોગ્ય સ્ટાફ તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી મુકેશભાઈ વસાવા, ઉપસરપંચ શ્રીમતી પારૂલબેન શાંતીલાલ, ગ્રામ પંચાયતના સભ્યશ્રી, આરોગ્ય વિભાગના  ડો. ઝેવિયર્સ, લીડબેન્ક અધિકારીશ્રી, તેમજ તાલુકા પંચાયતના સ્ટાફ, કાર્યકરો, તેડાગર તથા તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

ઉચેડીયા 3 ઉચેડીયા 1 ઉચેડીયા 6

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews