તિલકવાડા તાલુકાના ભીમસીંગભાઇ શનભાઈ તડવી નક જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી
વસિમ મેમણ : તિલકવાડા
ઉલ્લનિય છે કે આજરોજ નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ને અઢી વર્ષ પૂર્ણ થતા બીજી ટર્મ મા જિલ્લા કલેકટર સ્વેતા તેવતીયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પનનું ની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ના સભાખંડ ખાતે પ્રમુખ અને ઉપ-પ્રમુખના પદ માટે ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણી દરમિયાન નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તિલકવાડા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્ય ભીમસિંગભાઈ તડવીની જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી જ્યારે જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ તરીકે મેહુલભાઈ વિનુભાઈ માછી ને જવાબદારી સોંપવામાં આવી છે ભીમસીંગભાઇ તડવીની જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે નિયુક્તિ થતા તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તાલુકા ભાજપાના કાર્યકર્તાઓ એ તેઓને ફુલહાર પહેરાવી ફટાકડા ફોડી મીઠાઈઓ ખવડાવી અભિનંદન પાઠવી વધાવી લીધા હતા