મહેસાણા જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં “ખજુરના લાડુ” થીમ મુજબ ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સહિ પોષણ દેશ-રોશન” ધ્યેયને ચરીતાર્થ કરવા “પોષણ માસ-૨૦૨૩ “ અંતર્ગત મહેસાણા જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં “ખજુરના લાડુ” થીમ મુજબ ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ્ય અને તાલુકા આઇ.સી.ડી.એસ શાખાના અધિકારી દવે , કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને ૨ વર્ષ સુધીના બાળકોની વિશિષ્ટ સ્તનપાન અને પૂરક ખોરાક’થીમ પર પણ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે લાભાર્થી બહેનોને ટેક હોમ રાશન (THR)માતૃશક્તિના પેકેટ્સનો નિયમિત ઉપયોગ કરવા તેમજ તેમાંથી બનતી વાનગી અને ટેક હોમ રાશનના મહત્વની સમજણ આપવામાં આવી હતી. બાળકો લાભાર્થીઓને આયર્ન વિશે સમજ આપવામાં આવી. સ્વસ્થ બાળ સ્પર્ધા ઉજવવામાં આવી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી આયુર્વેદિક અધિકારી પ્રોગ્રામ ઓફિસર,સિડીપી દ્વારા આંગણવાડીની મુલાકાત લેવામાં આવી. ખજૂરના લાડુની ઉપયોગિતા અને સમજ આપવામાં આવી હતી
મહેસાણા જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં “ખજુરના લાડુ” થીમ મુજબ ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર