મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી શહેરા પોલીસ

0
24
વાત્સલ્યમ્ સમાચાર

નિલેશ દરજી શહેરા

તા.૧૫IMG 20230915 WA0082/૦૯/૨૦૨૩

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ મિલ્કત સંબધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્ક્ય સંબધી ગુન્હાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ સાહેબ નાઓએ વણશોધાયેલા મિલ્ક્ય સંબધી ગુન્હાઓ ડીટેકટ કરવા ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી ગુન્હાઓ ઉકેલવા જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે શહેરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૩૦૭૬૭/૨૦૨૩ ઇ.પી.કો.કલમ.૩૭૯ મુજબના કામે ચોરીમા ગયેલ મોબાઇલ ફોન ગોધરા તાલુકાના ખજુરી ગામના ભાવિનભાઇ સામતભાઇ પટેલે ચોરી કરેલ છે અને તે હાલ આ મોબાઇલ લઇને શહેરા સીંઘી બજારમાં વેચવા ફરે છે.તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે પો.ઇન્સ. એ પોલીસ મથકના સર્વેલન્સ પો.સ.ઈ. એસ.એમ.ડામોર તેમજ સર્વેલન્સ ટીમના માણસોને ઉપરોક્ત બાતમી હકિકતની જાણ કરી સદરહુ બાતમીવાળી જગ્યાએ જવા રવાના કરેલ. સદર ટીમના માણસો શહેરા સીંધી બજારમાં જઇ બાતમીવાળા ઇસમની વૉચ-તપાસમાં હતા દરમ્યાન બાતમી મુજબના વર્ણનવાળો એક ઇસમ મળી આવેલ. જેનુ નામઠામ પુછતા ભાવિનકુમાર ઉર્ફે ભોટી સામતસિંહ પટેલ ઉવ.૧૮ ધંધો.ખેતી/મજુરી રહે.ખજુરી(સાંપા)નિશાળ ફળીયુ તા.ગોધરા જી.પંચમહાલ નાનો હોવાનુ જણાવેલ. જેથી તેની અંગઝડતી તપાસ કરતાં તેના પેન્ટના ખીસ્સા માંથી એક સફેદ કલરનો realme 11 Pro 5G મોડલનો મોબાઇલ ફોન મળી આવેલ. જે મોબાઇલ સંબંધે તેની પુછપરછ કરતાં પકડાયેલ ઇસમે જણાવેલ કે ચારેક દિવસ પહેલા આ મોબાઇલ ફોનમેં શહેરા નગરના નાડા રોડ ઉપર આવેલી ન્યુ હેપ્પી ૯૯ દુકાનના કાઉન્ટર ઉપરથી દુકાન માલીકની નજર ચુકવીને લઇને ભાગી ગયેલાની કબુલાત કરેલ. જેથી સદરહુ સફેદ કલરના realme 11 Pro 5G મોબાઇલ ફોનની કિ.રૂ.૨૫,૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબજે લઇ સદરહુ ઇસમને હસ્તગત કરી શહેરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૩૦૭૬૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ.૩૭૯ મુજબના અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી ડીટેકટ કરવામાં આવેલ છે.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here