વાત્સલ્યમ સમાચાર
એકતા નગર
રિપોર્ટ-અનીશ ખાન બલુચી
*“સ્વચ્છતા હી સેવા”*
“નિર્મળ અને સ્વચ્છ ગુજરાતના સંકલ્પને મળી રહ્યું છે જનસમર્થન, રાજ્યના ખૂણે-ખૂણે પહોંચી રહ્યું છે સ્વચ્છતા હી સેવા અભિયાન
વૈશ્વિકસ્તરે ખ્યાતનામ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ વિશ્વની સૌથી વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા નર્મદા જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રના નાગરિકોને એકસૂત્રતામાં જોડવા માટે પ્રેરિત કરે છે. દેશવાસીઓની એકતા સહિત લોકોમાં સ્વચ્છતાની ભાવના પણ કેળવાય તેવા ઉમદા આશય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં પ્રત્યેક નાગરિક પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી રહ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર પ્રવાસીઓ માટે કેન્દ્રબિંદુ બની રહ્યું છે ત્યારે સંપૂર્ણ પરિસરની સ્વચ્છતા એ અતિમહત્વપૂર્ણ છે.
સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજે કેવડીયા કોલોની આંબેડકર ચોક થી વીર ભગતસિંહ પ્રાથમિક શાળા સુધી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવીયો.
જેમાં નાદોદ વિધાનસભાના માનનીય ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ. ગરુડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ. પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ તેમજ જયશ્રીબેન ધામેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો.
બાઈટ
ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ