તારીખ ૧૨/૦૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ મથકે લોકરક્ષક તરીકે ફરજ બજાવતા પ્રકાશકુમાર વનાભાઈ દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ આજે સરકારી ટપાલ લઈ સહ કર્મી ની સરકારી મોટરસાયકલ ઉપર હાલોલ જતા હતા ત્યારે પોલીસ સ્ટેશન થી માત્ર ૫૦ મીટર દૂર એક ઈકો કાર ટ્રાફીક ને અડચણરૂપ થાય તે રીતે મૂકેલ હોઇ કાર રસ્તા વચ્ચેથી હટાવવા કહેતા કારમાં બેઠેલ બે મહીલાઓ અને એક પુરુષે ગાડી હટાવેલ નહીં જેથી ગાડી કોની છે હટાવી લો તેમ કહેતા ગાડીની બહાર ઉભેલા સતિશકુમાર રમેશભાઈ વાઘેલા ગંદી ગાળો બોલી ગાડી મારી છે હટાવુ છુ તેમ કહી ગાડી સાઈડ મા મુકી ગાળો બોલી ઉતરી ગયો હતો અને પોલીસની સરકારી ગાડી ઉપર પોલીસ નો લોગો જોતા જ ઈકો મા બેસેલ બન્ને મહિલાઓને ઉશકેરી બહાર બોલાવી હતી તે સમયે ફરીયાદી પોલીસ કર્મી સતિશકુમાર ને સમજાવતા હતા ત્યારે તેઓની સરકારી મોટરસાયકલ ની ચાવી કાઢી લઈ પોલીસ છો એટલે દાદા થઈ ગયા છો તેમ કહી આસપાસનાં માણશો ના સમજાવવા છતાં પણ ગાળો બોલતા હતા ત્યારે ગાડી મા બેઠેલ બન્ને મહીલાઓ એ પોલીસ કર્મચારી ની ફેટ પકડવાની કોશિશ કરી હતી ત્યારે સતિશકુમાર રમેશભાઈ વાઘેલા એ ઈકોમાંથી લાકડી લઈ આવી મહિલાઓ ને ઉશ્કેરી દરમ્યાન બન્ને મહિલાઓએ પોતાના ચપ્પલ કાઢી ને મારી દીધેલ આ બનાવ દરમિયાન પોલીસ સ્ટેશન થી અન્ય પોલીસ સ્ટાફ આવી ગયો હતો અને ત્રણેવ ને પકડી સતિશકુમાર રમેશભાઈ વાઘેલા તેની પત્ની રમીલાબેન સતિશકુમાર વાઘેલા અને તેની માતા મધુબેન રમેશભાઇ વાઘેલા રે ખંડેવાળ તા કાલોલ ની સામે ટ્રાફિક ને અડચણ કરવા, ધાકધમકી આપવા, પોલીસ ની કામગીરીમા રૂકાવટ કરવા બાબતે કાલોલ પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.