તારીખ ૧૫/૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ સી.આર.સી.કાલોલ કુમાર ક્લસ્ટર લેવલનો વિજ્ઞાન મેળો કાતોલ મુકામે યોજાઈ ગયો જેમાં કાલોલ કુમાર ક્લસ્ટરની આઠ શાળાઓએ અલગ અલગ પાંચ વિભાગમાં ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ટીચર સોસાયટી મંડળીના વાઇસ ચેરમેન જયદીપભઈ વાઘેલા,કાલોલ કુમાર પગાર કેન્દ્રના આચાર્ય રાકેશ ઠાકર,કાલોલ કુમાર ક્લસ્ટર ના સી.આર.સી નરેન્દ્રભાઈ પરમાર તેમજ શાળાના આચાર્ય સંજયભાઈ ગોસ્વામી દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.તમામ બાળકોએ ખૂબ ઉત્સાહપેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન મધવાસ શાળાના આચાર્ય કિરણભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.નિર્ણાયકોએ પોતાની આગવી સૂઝબૂઝથી દરેક કૃતિને ન્યાય મળે એ રીતે નિર્ણય કરી અને દરેકે દરેક વિભાગના નંબરો એનાયત કરવામાં આવ્યા હતા.જેમાંથી કાલોલ કુમાર શાળાની પાંચ વિભાગમાંથી ત્રણ વિભાગની અંદર અનુક્રમે પ્રથમ,પ્રથમ અને દ્વિતીય નંબર મેળવી અને કાલોલ કુમાર શાળાનું નામ રોશન કરેલું કાલોલ કુમાર શાળા તરફથી વિભાગ એક સ્વાસ્થ્યમાં આહાર અને તેના ઘટકો માં પ્રથમ નંબર અને વિભાગ ૦૨ જીવન પર્યાવરણ ને અનુરૂપ જીવન શૈલી માં કાલોલ કુમાર શાળાનો પ્રથમ નંબર તેમજ વિભાગ -૦૫ ગણાનાત્મક ચિંતન-કમ્પ્યૂટર ના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો ટીચર સોસાયટીના વાઇસ ચેરમેન જયદીપભાઇ વાઘેલા દ્વારા દરેક બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમ જ સીઆરસી દ્વારા પણ ચોપડા પેન અને ટ્રોફીનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના સમાપનમાં કાલોલ બી.આર. સી દિનેશભાઈ પરમાર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને બાળકોને ભાગ લેવા પ્રેરિત કર્યા હતા.કાતોલ પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક દક્ષેશભાઈ દરજી દ્વારા દરેક નો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.