રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૫.૧૦.૨૦૨૩
તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ વીર ન્યુ લૂક સેન્ટ્રલ સ્કુલ, સી.બી.એસ.ઈ ખાતે સાયબર સિક્યુરિટી અવરનેશ અંતર્ગત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય અતિથી તરીકે પંચમહાલ જિલ્લામાંથી આર.વી.અસારી (આઈ.પી.એસ., ડી.આઈ.જી.પી), તેમજ રાજેન્દ્રસિંહ ઝાલા (એસ.પી) દાહોદ તેમજ સી.ડી ગોસાઈ (પી.એસ.આઈ) ઉપસ્થીત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્ય અતિથિઓના આર,વી,અસારી સાહેબનું શાળાના ટ્રસ્ટી કુશલ છાજેડ ધ્વારા તેમજ રાજેન્દ્રસિંહ ઝાલા નું શાળાના આચાર્ય મધુબેન છાજેડ ધ્વારા પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમજ મુખ્ય અતિથીઓ દ્વારા દીપ પ્રગટાવી, તેમજ શાળાના વિધાર્થીઓ ધ્વારા સ્વાગત ગીત રજુ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.પધારેલ મુખ અતિથીઓ ધ્વારા ધોરણ ૬ થી ૧૨ ના ૫૦૦ જેટલા વિધાર્થીઓને સાયબર સિક્યુરિટી અવેરનેશ ને લઈને એક PPT રજુ કરી વિધાર્થીઓને ખુબજ સારી સમજણ પૂરી પાડી તેમજ શાળાના વિધાર્થીઓએ સાયબર સિક્યુરિટી અવરનેશ ને લઈને એક નાટક પણ રજુ કર્યું હતું .જેના ધ્વારા આ વિષય ને લઈને એક સારો સંદેશો આપવામાં આવ્યો હતો.શાળાના ટ્રસ્ટી કુશલ છાજેડ તેમજ આચાર્ય મધુબેન છાજેડ ની હાજરીમાં ખુબજ સારી રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.