DAHOD

દાહોદમાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત રેડક્રોસ સોસાયટી દ્વારા બાળકોને તાલીમ આપી હતી

તા.૦૧.૦૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત રેડક્રોસ સોસાયટી દ્વારા બાળકોને તાલીમ આપી હતી

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા શાળા સલામતી સપ્તાહનું આયોજન શાળા કક્ષાએ આપત્તિ અંગેની જાગૃતિ તથા આપત્તિઓ સામે રક્ષણ માટે ક્ષમતાવર્ધન કરવા શિક્ષકો તથા વાલીઓ મા આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ ફેલાય હેતુથી તાલીમ અમલમાં મૂકવામાં આવી જેના અનુસંધાનમાં આજરોજ ડિઝાસ્ટર શાખા કલેક્ટર કચેરી તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લાના શાખા દ્વારા ગમલા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક સારવાર તેમજ આપત્તિ સમયે શું કરવું તે વિશે પ્રાથમિક ધોરણે કરવામાં આવતી કાર્યવાહી અનુસંધાને માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ બતાવી સંપૂર્ણ માહિતી સમજાવી હતી રેડક્રોસ સોસાયટીના સહમંત્રી સાબિર શેખે સમજ આપી હતી માનદ મંત્રી જવાહરભાઈ શાહ એ રેડક્રોસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગ બ્લડ બેન્ક ઓર્ગેનાઇઝર એન કે પરમાર શાળા નું સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનો સંચાલન તથા આભાર વિધિ શાળાના આચાર્ય કૃણાલભાઈએ કરી હતી

Back to top button
error: Content is protected !!