DAHODDAHOD CITY / TALUKO

દાહોદ ધી સહયોગ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 38મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ

તા.૨૪.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ધી સહયોગ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 38મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ

ઘી સહયોગ કોઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 38મી વાર્ષિક સાધારણ સભા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સભાખંડમાં સોસાયટીના ચેરમેન ગોપાલભાઈ ધાનકા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી સોસાયટી ના ડિરેક્ટર સ્વ દિનેશભાઈ મંગળદાસ શાહ દેવલોક પામતા શ્રદંજલી આપી 2 મિનિટનું મોન પાળવામાં આવ્યું હતું ત્યાર બાદ એજન્ડાના કામો સોસાયટીના મેનેજર દિવ્યાંગ ભટ્ટે સંચાલન કરી મુક્યા હતા જેમાં ગતવાર્ષિક સાધારણ સભાની પ્રોસિડિંગ વંચાણે લીધી હતી ત્યારબાદ આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ગોપાલભાઈ ધાનકાએ સોસાયટીની પ્રગતિ આપ સોના સહકારથી થઈ રહી છે અને સોસાયટીએ સભાસદો માટે સહયોગ સોસાયટી દ્વારા સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું સાથે ગોલ્ડ લોન આગે પણ સોસાયટી વિચારી રહી છે આ પ્રસંગે સાબીરભાઈ શેખ ઈશ્વરભાઈ પરમાર ચંદ્રકાંતાબેન ધાનકા પ્રતાપભાઈ પટેલ વિકાસભાઈ ભુતા પરાગભાઇ પટેલ નિધિષભાઈ ગાંધી કમલેશભાઈ ખંડેલવાલ નંદલાલ યાદવ સિકંદરભાઈ સમદ વગેરે ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આભાર વિધિ સાબિર શેખ એ કરી હતી સાધારણ સભામાં સભાસદો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!