દાહોદ જિલ્લામાં ૧૮૧ મહિલા અભયમના ૮ વર્ષ પૂર્ણ

0
32
વાત્સલ્યમ્ સમાચાર

તા.07.03.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

181 1646660422દાહોદ જિલ્લામાં ૧૮૧ મહિલા અભયમના ૮ વર્ષ પૂર્ણ

દાહોદ જિલ્લામાં મહિલાઓ માટે કપરા સમયમાં સંકટમોચક બનતી ટીમ અભયમ

જિલ્લામાં છેલ્લા ૮ વર્ષથી રાઉન્ડ ધ કલોક કામગીરી કરતી ટીમ અભયમે ૪૬૦૫ કિસ્સાઓમાં તાત્કાલિક સ્થળ ઉપર જઇને કરી મદદ દાહોદ જિલ્લામાં મહિલાઓ માટે કપરા સમયમાં સંકટમોચકની ભૂમિકા અભયમ મહિલા હેલ્પલાઇને નિભાવી છે. ગુજરાતની મહિલાઓને અભય બનાવવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૪માં પાઇલોટ પ્રોજેક્ટ બાદ વર્ષ ૨૦૧૫માં ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્ય વ્યાપી શરૂ કરેલા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પ્રોજેક્ટને સફળતાપૂર્વક ૮ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ ૮ વર્ષ દરમિયાન અભયમે પ્રશંસનીય કામગીરી બજાવી છે.

જિલ્લામાં છેલ્લા ૮ વર્ષમાં અભયમની ટીમે રાઉન્ડ ધ ક્લોક મહિલાઓની સલામતી માટે ફરજરત રહ્યાં છે. જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં સલાહ, સૂચન-મદદ- માર્ગદર્શન માટે મદદ માટે કરવામાં આવેલા કોલની માહિતી જોઇએ તો ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૨૨૯૯૫ જેટલા કોલ કરવામાં આવ્યા હતા. તેમજ ૪૬૦૫ જેટલા કોલમાં ઘટના સ્થળ પર અભયમની ટીમે મહિલાઓની સમસ્યાઓનુ નિરાકરણ લાવીને તાત્કાલિક મદદ પુરી પાડી છે.

તદ્દઉપરાંત, અન્ય કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર સહિતની મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

જિલ્લામાં ૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા જોઇએ તો મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલાને તાત્કાલિક સહાય આપવી. ટેકનોલોજીનો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત છે. પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું. મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવા જેવી કામગીરી અભયમ દ્વારા કરવામાં આવે છે.

ટીમ અભયમ મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો), શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી, આર્થિક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નોના નિરાકરણમાં પણ ટીમ અભયમ મહિલાઓને મદદરૂપ બની છે. સંકટ સમયે મદદગાર બનતી ૧૮૧ અભયમ મોબાઇલ એપ્લીકેશન મહિલાઓ અવશ્ય ડાઉનલોડ કરે

૧૮૧ અભયમ મોબાઇલ એપ્લીકેશન : રાજ્યની મહિલાઓને મુશ્કેલીની સ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે એ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઇ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ ૬ ઓગષ્ટ, ૨૦૧૮ માં કર્યું હતું.

એપ્લીકેશનની વિશેષતાઓ જોઇએ તો સ્માર્ટ ફોનમાં પેનીક બટન દબાવતા જ હેલ્પલાઇનની મદદ મેળવી શકાશે. મોબાઇલ શેકીગ (જોરથી હલાવતા) પણ કોલ થઇ શકશે. જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે. મોબાઇલ એપ્લીકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ ગુગલના નકશામાં મળી જશે. એપમાં ૧૮૧ બટન દબાવતાની સાથે જ મુશ્કેલ સ્થિતિમાં રહેલી મહિલાના ૫ જેટલા સગા સંબંધી કે મિત્રોને ઓટોમેટીક એસએમએસથી સંદેશો મળી જશે. મહિલા ઘટના સ્થળના ફોટો વિડિયો એપ્લીકેશન મારફતે અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઇનના સેન્ટરમાં મોકલી શકશે. એપ્લીકેશન થકી કોલ કરનાર મહિલાના ત્રણ એડ્રેસ એક સાથે હેલ્પલાઇન સેન્ટરમાં મળી જશે. જેમાં તેનું કોલનું સ્થળ, ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર પાસે નોંધાયેલ એડ્રેસ, એપ્લીકેશન રજીસ્ટ્રેશન વખતે જણાવેલું એડ્રેસ

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews