DAHODDAHOD CITY / TALUKO
દાહોદ શહેરના ડોક્ટર,એન્જિનિયર,શિક્ષક સહિતના 26 લોકો નુ ગ્રુપ છેલ્લા 12 વર્ષ થી હિમાચલ પ્રદેશ ના અલગ અલગ ટ્રેકિંગ ટ્રેક ઉપર ટ્રેકિંગ કરી ગ્રુપ પરત દાહોદ ફર્યું

તા.
૦૯.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરના ડોક્ટર,એન્જિનિયર,શિક્ષક સહિતના 26 લોકો નુ ગ્રુપ છેલ્લા 12 વર્ષ થી હિમાચલ પ્રદેશ ના અલગ અલગ ટ્રેકિંગ ટ્રેક ઉપર ટ્રેકિંગ કરવા જાય છે આ વર્ષે 26 જણા નુ ગ્રુપ હિમાચલ પ્રદેશ ના રૂપીન પાસ નામ ના ટ્રેક ઉપર 15800 ફૂટ ની ઉંચાઈ ઉપર ટ્રેકિંગ સર કર્યું હતું નદીઓ અને બરફ ની શીલાઓ વચ્ચે થઈ ને હિમાલય ની ટોચ ઉપર પહોંચ્યા હતા ગ્રુપ ના સભ્યો નું કહેવું છે કે ટ્રેકિંગ ઉપર જઈ અમે કુદરત ને નજીક થી નિહાળવાનો મોકો મળે છે સાથે જ ટ્રેકિંગ ઉપર જતા પહેલા બે થી ત્રણ મહિના પ્રેક્ટિસ કરીએ છે જેથી અમારી ફિટનેસ પણ જળવાઈ રહે કુલ 10 દિવસ ના સફર માં પાંચ દિવસ ટ્રેકિંગ કરી ગ્રુપ પરત દાહોદ ફર્યું છે અને પોતાની ફિટનેસ ની સાથે પર્યાવરણ જાગૃતિ માટે ટ્રેકિંગ માં વધુ ને વધુ લોકો જોડાય તે માટે અપીલ પણ કરી છે



