તા.06.03.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી તાલુકા મથકે મહિલાઓ માટે આશીર્વાદ રુપ સાબિત થતુ વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ ના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ થકી વિવિધ લક્ષી પ્રવૃત્તિ ઓ કરવામાં આવે છે. મહિલાઓ ના સંવૉગી વિકાસ અને કલ્યાણ માટે છેલ્લા ૨૫ વષૅથી કાયૅરત “ગુજરાત રચનાત્મક સોસાયટી દાહોદ” નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા માન્ય દાહોદ જીલ્લા ના આદિવાસી વિસ્તારના સંજેલી તાલુકા મથકે વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર નુ આયોજન બધ્ધ અને સંતોષકારક રીતે સંચાલન કરવામાં આવે છે. દાહોદ ના જાણીતા સામાજિક આગેવાન અને વિવિધ સેવાકાર્ય ક્ષેત્રે ના અનેક એવોર્ડ તથા સન્માનો થી સન્માનીત સ્વૈચ્છિક રકતદાતા અને વહીવટી ક્ષેત્રે ના અનુભવી નરેશભાઈ ચાવડા ના પ્રમુખપણા હેઠળ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આ કેન્દ્ર નુ સફળતા પુવૅક સરકાર શ્રી મહિલા અને બાળવિકાસના માગૅદશન મુજબ સંચાલન કરવામાં આવે છે આ વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સરકાર શ્રી ના નજીવા વેતન થી અનુભવી અને તાલીમ પામેલા મહિલા ધારાશાસ્ત્રી અને મહિલા સામાજિક કાયૅકર તજજ્ઞો દ્વારા મહિલા ઓ ના વિકાસ તથા કલ્યાણ માટે સેવા આપે છે. આ મહિલા કેન્દ્ર ખાતે મહિલાઓ ને લગતા પ્રશ્નો.. ધરેલુ હીસા.કાનૂની સલાહ. માગૅદશન. આરોગ્ય લક્ષી કાયૅક્રમ રોજગાર લક્ષી તાલીમ. માગૅદશન. કેન્દ્ર તથા રાજ્ય સરકાર ની વિવિધ યોજનાકીય માહિતી. બેટી બચાવો. બેટી પઢાઓ..આતંરરાષ્ટીય મહિલા દિન ની ઉજવણી મહિલા શશકિતકરણ જેવા અનેક કાયૅક્રમો દ્વારા મહિલાઓ ને પગભર બનાવવા ની દીશામાં અસરકારક કામગીરી કરવામાં આવે છે. આમ એકંદરે વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર સંજેલી આ વિસ્તારમાં મહિલા ઓ માટે આશીર્વાદ સમાન છે