ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી નવીન રૂટની બસ ચાલુ કરવામાં આવી 

0
14
વાત્સલ્યમ્ સમાચાર

તા.20.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

 

ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી નવીન રૂટની બસ ચાલુ કરવામાં આવી

ગ્રામજનોની વિશેષ રજૂઆત સંદર્ભે બસનો નવીન રૂટ ચાલુ કરાયોIMG 20230120 WA0034

આજ રોજ તારીખ 19/01/2023ના ગુરુવારના રોજ આંતરિયાળ વિસ્તારથી નવીન શિડ્યુલ બસ ઝાલોદ એસ.ટી દ્વારા શરૂ કરવામાં આવી હતી. ઘણા લાંબા સમયથી બલેંડિયા ગ્રામજનોની આ રૂટની માંગ હતી.તેથી ઝાલોદ એસ.ટી ડેપો મેનેજર દ્વારા એક બસ બલેન્ડિયા-સુરત-રામનગર ઝાલોદ ડેપો ખાતેથી શરૂ કરવામાં આવી હતી. જેથી અહીંથી સીધા કામ અર્થે સુરત જનાર લોકોમાં આનંદની લાગણી જોવા મણી હતી . આ બસના ઉદઘાટન સમારોહમાં ખાખરીયા બલેન્ડીયા ગ્રામ્યના આગેવાનો , વડીલો વિશેષ હાજર રહ્યા હતા અને ગ્રામજનો દ્વારા બસની પુજા આરતી કરી શ્રીફળ વધેરી નવીન રૂટ પર જનાર બસનું સ્વાગત કરી ઝાલોદ ડેપોના નિર્ણયને ગ્રામજનો દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews