તા.06.03.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદ તાલુકાના મહુડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પ્રધાનમંત્રીના ટીબીમુક્ત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના મહુડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી.પહાડીયાના માર્ગદર્શન હેઠળ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડી.કે. પાંડેની અધ્યક્ષતામાં પેશન્ટ પ્રોવાઇડર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૨૮ ટીબીના દર્દીઓ હાજર રહ્યાં હતા અને ૨૩ ટ્રીટમેન્ટ સપોર્ટર હાજર રહ્યાં હતા.
આ મીટિંગ તાલુકા આરોગ્ય અધિકારી. ડી.કે. પાંડે, પ્રા.આ. કેન્દ્રના મેડિકલ ઓફિસર, ખરસાણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગોપાલભાઈ કટારા, તાલુકાના સુપરવાઈઝર, તાલુકા ટીબી સુપરવાઈઝર, ટીબી ચેમ્પિયન, આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર અને આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ હાજર રહ્યાં હતા. આ મીટિંગમા ટીબીના લક્ષણો વિશે, દર્દીઓને દવા નિયમિત લેવાની, દવાની આડ અસરો વિશે અને યોગાસન પ્રાણાયામ વિશે વિગતે માહિતી દર્દીઓને આપવામાં આવી હતી. અંતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ખરસાણા ગ્રામ પંચાયતના સરપંચ ગોપાલભાઈ કટારા અને સીએચઓ દ્વારા નિક્ષય મિત્ર બની ૭ દર્દીને દત્તક લઈ પોષણ કીટ આપવામાં આવી હતી.