તા.22.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગની વિદ્યાર્થીનીએ અનાથ બાળકોને બોલપેન અને ચોકલેટો આપીને જન્મ દિવસની ઉજવણી કરી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે જેમાં ધોરણ ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ બાળકો અને અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા એવી પહેલ કરવામાં આવી હતી કે ક્લાસમાં જે બાળકોનો જન્મ દિવસ હોય તેમના જન્મ દિવસે ક્લાસમાં અભ્યાસ કરતા અનાથ બાળકોને શૈક્ષણિક સામગ્રી બોલપેન, પેન્સિલ, નોટબુકો આપની ને ઉજવણી કરીએ અને પોતાના જન્મ દિવસને યાદગાર બનાવીએ એવી પહેલ કરવામાં આવી હતી.. ત્યારે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે અભ્યાસ કરતી કુમારી આરોહીબેન મુકેશભાઈ ચરપોટ દ્વારા પોતાના જન્મ દિવસ નિમિતે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે અભ્યાસ કરતા અનાથ બાળકોને શૈક્ષણિક સામગ્રી બોલપેનો – ચોકલેટો આપીને પોતાના જન્મ દિવસ ને યાદગાર બનાવ્યો હતો સાથે સાથે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરાના સંચાલક અશ્વિનભાઈ સી સંગાડા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ઉતરાયણ પર્વ નિમિતે અનાથ બાળકો માટે ૧૧૦૦૦ નું દાન એકઠું થયું છે તેમાંથી અનાથ બાળકોને યુનિફોર્મ તૈયાર કરવા આપી દીધેલ છે.. પુસ્તકો આવી ગયા છે એમને ટૂંક સમયમાં જ આપવામાં આવશે એવું જણાવ્યું હતું. આમ કોઈ પણ વ્યક્તિની જન્મ દિવસની ઉજવણી અમારા ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે અભ્યાસ કરતા અનાથ બાળકોને ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે મદદ કરીને પોતાનો જન્મ દિવસને યાદગાર બનાવીએ એવી અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી ના સભ્યો અશ્વિનભાઈ સંગાડા, રાજુભાઈ મકવાણા તેમજ અન્ય વાલી મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.