દાહોદ ખાતે બૌદ્ધિક સંપદા અધિકાર વિષયક વેબીનાર યોજાયો સરકારી ઈજનેરી કોલેજમાં

0
12
વાત્સલ્યમ્ સમાચાર

04.03.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે બૌદ્ધિક સંપદા અધિકાર વિષયક વેબીનાર યોજાયોIMG 20230304 WA0023 1

સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન કાઉન્સિલ તથા એસ એસ આઈ પી ૨.૦ અંતર્ગત બૌદ્ધિક સંપદા અધિકારના પરિચય અંગે ગત રોજ એક વેબીનાર યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શ્રી અર્પિત જૈન, પરીક્ષક – પેટન્ટ અને ડીજાઈન કાર્યાલય, મુંબઈ, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભારત સરકાર, દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી બૌદ્ધિક સંપદા અધિકારના પરિચય સંદર્ભે માહિતીસભર વેબીનાર રજૂ કરવાં આવ્યો. પ્રશ્નોત્તરી દરમિંયાન સહભાગીઓની પેટન્ટ તથા ડીજાઈન સંદર્ભે વિવિધ મુંજાવણોનું વક્તા દ્વારા સમાધાન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં સરકારી ઇજેનરી કોલેજના ૪૮ જેટલા વિદ્યાર્થીઓ તથા ૧૧ જેટલા અધ્યાપકોએ રસપૂર્વક ભાગ લીધેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. એસ. એમ. દમોદરિયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews