DAHOD

દાહોદ ના અમદાવાદ ઇન્દોર હાઇવે પર ઘાસ અને પથ્થર ભરેલ બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો

તા. ૦૮. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના અમદાવાદ ઇન્દોર હાઇવે પર ઘાસ અને પથ્થર ભરેલ બે ટ્રકો વચ્ચે અકસ્માત પોલિસ ઘટના સ્થળે પહોચિ અકસ્માતના કારણે હાઇવે પર થયેલ ટ્રાફિકને હલ કરવાની કામગીરી શરૂ કરી

દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે ઇન્દોર અમદાવાદ હાઇવે પર દિન પ્રતિ દિન વધી રહેલા અકસ્માતોના કારણે અમદાવાદ ઇન્દોર હાઇવે અકસ્માત ઝોન તરફ વધી રહ્યો છે દિન પ્રતિ દિન વધી રહેલા અકસ્માતોના કારણે આ હાઇવે પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ત્યારે વાત કરીએતો નસીરપૂર ગામ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી પથ્થર ભરેલ ડફર અને ઘાસ ભરેલી ટ્રક રાત્રીના સમયે સામ સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો જાણવા મળ્યા અનુસાર ડફર ટ્રક પોતાના રસ્તે એટલકે ઇન્દોર અમદાવાદ હાઇવેથી ગોધરા તરફ જઈ રહ્યો હતો ત્યારે ઘાસ ભરેલુ ટ્રક રોન્ગ સાઈટથી આવી રહ્યો હતો ત્યારે રોન્ગ સાઈટ ઘાસ ભરેલ ટ્રકને ડફર ટ્રક સામે સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બન્ને ટ્રકોને વધુ નુકસાન થયું હતું ત્યારે બન્ને ટ્રકોના ચાલકોનું આબાદ બચાવ થયો હતો અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામંના દ્રશ્યો પણ સર્જાયા હતા અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થયા હતા અને એકઠા થયેલા લોકોએ દાહોદ તાલુકા પોલિસને ઘટનાની જાણ કરી હતી જેની જાણ થતા પોલિસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોચિ હાઇવે પર અકસ્માતના કારણે થયેલ ટ્રાફિક જામને હલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!