ઝાલોદ તાલુકાના લીમડી મુકામે એસ.પી બલરામ મીણાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું 

0
23
વાત્સલ્યમ્ સમાચાર

તા.04.03.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ તાલુકાના લીમડી મુકામે એસ.પી બલરામ મીણાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું

IMG 20230304 WA0013

ડી.વાય.એસ.પી પટેલ તેમજ પી.એસ.આઇ એમ.એફ ડામોર ,પોલીસ સ્ટાફ તેમજ નગરજનો હાજર રહ્યા દાહોદ જિલ્લા એસ.પી બલરામ મીણાની અધ્યક્ષતામાં આજ રોજ લીમડી નગરના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. એસ.પી બલરામ મીણા દ્વારા પોલિસ પોલિસ પરેડ હેઠળ દરેક પોલિસ કર્મીનું ઇન્સ્પેક્શન કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા. ત્યારબાદ એસ.પી બલરામ મીણા દ્વારા લોકદરબાર યોજવામાં આવ્યો હતો. લોક દરબારમાં નગરજનો ખૂબ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. લોક દરબારમાં એસ.પી બલરામ મીણા દ્વારા નગરજનોને જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ આપ્યું હતું તેમજ પોલિસ સદા નગરજનો માટે મિત્ર છે તે પણ કહ્યું હતું કોઇ કાનૂની ગૂંચ, હેરાનગતિ કે કોઈ કાયદાકીય અગવડતા પડતી હોય તો પોલીસનો સંપર્ક જરૂર કરવો તેમજ આવનાર હોળી અને ધૂળેટીના તહેવારની નગરજનો હર્ષોલ્લાસ સાથે શાંતિ પૂર્વક ઉજવે તેવી શુભકામનાઓ પણ આપી હતી. લીમડી પ્રકૃતિ મંડળના સહયોગ થી વૃક્ષા રોપણ પણ યોજાયું હતું. એસ.પી બલરામ મીણા સાથે ડી.વાય.એસ.પી પટેલ અમે પી.એસ.આઇ ડામોર પણ હાજર રહ્યા હતા.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews