DAHOD

દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે બીએસએફની ભરતી પુર્વેની ૩૦ દિવસની નિ:શુલ્ક તાલીમમા જોડાવાની તક

તા.05.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે બીએસએફની ભરતી પુર્વેની ૩૦ દિવસની નિ:શુલ્ક તાલીમમા જોડાવાની તક

ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યના ચાર બી એસ એફ સેન્ટર ખાતે રાજ્યના યુવાનોને ૩૦દિવસની ભરતી પુર્વેની નિવાસી તાલીમ આપવાની યોજના છે જેમા દાહોદ જીલ્લાના ઉમેદવારો સારો દેખાવ કરી શકે તે માટે તાલીમમા જોડાવા માટે જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા અરજીઓ સ્વિકારવામા આવે છે બી એસ એફની ભરતી ના શારીરીક અને શૈક્ષણીક લાયકાતના માપદંડ ધરાવતા ઉમેદવારોની સ્ક્રુટીની કરીને પસંદગી પામનાર ઉમેદવારોને તેમના રસ ધરાવતા બીએસએફ કેન્દ્ર જેમા ગાંધીધામ,ભુજ,દાંતીવાડા તેમજ ગાંધીનગર ખાતે ૩૦દિવસની વિના મુલ્યે ફીઝકલ અને લેખીત પરીક્ષાની તાલીમ આપવામા આવશે તેમા રહેવા અને જમવાની સુવિધા તેમજ સ્ટાઈપંડ પણ આપવામા આવશે .જે ઉમેદવારોએ રોજગાર કચેરીની આર્મી કે બીએસએફની નિવાસી તાલીમ લીધેલ નથી તેવા જ ઉમેદવારો ને આ તાલીમ આપવામા આવશે ,ગુજરાતના વિવિધ બીએસ એફ સેન્ટર ખાતે જઈને કે તાલીમ લેવા માંગતા ૧૭.૫ થી ૨૧ વર્ષના લાયકાત ધરાવતા પુરુષ ઉમેદવારો એ ધો ૧૦ ની માર્કશીટ ,એલ.સી ,જાતીનો દાખલો ,ડોમીસાઈલ પ્રમાણપત્ર,આધાર કાર્ડ,બેંકની પાસબુક નકલ,રોજગાર કચેરીનુ નોંધણી કાર્ડ અથવા અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરાવેલ જોબસીકર નંબર તેમજ પાસપોર્ટ સાઈઝના ૦૨ ફોટા સાથે સંમતીપત્ર સાથેનુ નિયત અરજી ફોર્મ દિન ૦૨મા રોજગાર કચેરી દાહોદને રુબરુ જમા કરવા તેમજ તેની હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારી એ એલ ચૌહાણે જણાવેલ છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!