DAHOD

દાહોદ જિલ્લા કક્ષાનું ગણિત -વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું 

તા.06.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લા કક્ષાનું ગણિત -વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું

વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અભલોડ તા- ગરબાડા જિ- દાહોદ ખાતે તારીખ:- ૦૫/૦૧/૨૦૨૩ ને ગુરુવારના રોજ યોજવામાં આવ્યું હતું.જેમાં આધુનિક વિજ્ઞાનની ક્ષિતિજો સર કરવા કૃતનિશ્ચયી રહેલા ભારત અને સ્વર્ણિમ ગુજરાતના ભાવિ ઘડવૈયા એવા સમગ્ર દાહોદ જિલ્લાના દરેક S.V.S (શાળા વિકાસ સંકુલ )કક્ષાના પ્રતિભાશાળી બાળવૈજ્ઞાનિકોની વિશિષ્ટ કૃતિઓની વૈવિધ્યપૂર્ણ સર્જનાત્મકતાના આધારે ગણિત-વિજ્ઞાન વિષય પ્રત્યેની પોતાની પ્રતિભા અને સંશોધનાત્મક વિચારોને પ્રસ્તુત કરતી *ટેક્નોલોજી અને રમકડાં* મુખ્ય વિષય અંતર્ગત ૨૫ જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.જેમાં દેવગઢ બારીઆ નગરમાં આવેલી શ્રી સિદ્ધિ વિનાયક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઈરા માધ્યમિક શાળામાંથી વિભાગ-૪ પરિવહન અને પ્રત્યાયન વિભાગમાં માર્ગદર્શક શિક્ષક શ્રી તડવી જસવંતસિંહ ધનજીભાઈના માર્ગદર્શન હેઠળ ૧. પટેલ યશ શૈલેષકુમાર અને ૨. શુક્લ મૌલિન કેતુલ કુમાર એ આઇસોલેટેડ બેટરી ચાર્જર કૃતિ પ્રદર્શિત કરી ઉત્કૃષ્ઠ નેતૃત્વ કર્યું હતું અને સમગ્ર દાહોદ જિલ્લામાં વિભાગ-૪ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઈરા માધ્યમિક શાળા અને સમગ્ર દેવગઢ બારીઆ તાલુકાનું નામ રોશન કર્યું હતું, તે બદલ સમગ્ર શાળા પરિવાર અને, તાલુકા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામા આવ્યા હતા.

આ પ્રદર્શનના ઉદ્દઘાટનમાં દાહોદ જિલ્લાના સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર,ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ ભાભોર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ, ગુજરાત ખેત વિકાસ પરિષદના મંત્રી લાલસિંહ પારગી, માર્ગદર્શક શિક્ષકમિત્રો અને બાળવૈજ્ઞાનિકો તથા આજુબાજુની શાળાઓમાંથી આ પ્રદર્શનને નિહાળવા ખૂબ મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ તરફથી પ્રાસંગિક ઉદ્દબોધન કરતા દેશના યશસ્વી લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ શિક્ષણમાં અને ગણિત-વિજ્ઞાન માટે અવિરત કામગીરી કરી આવનાર વર્ષોમાં આ વિધાર્થીઓ ભારતનું નામ રોશન કરે તે માટે અવિરત પ્રયાસો કર્યા હતા અને આજે પણ કરી રહ્યા છે એમ પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.

આ કાર્યક્રમનું સફળ સંચાલન દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી નીલકંઠ ઠક્કર સાહેબે કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને ઉપસ્થિત મહાનુભવોએ આ પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધાર્યો હતો અને હવે પછીના રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં દાહોદ જિલ્લા વતી સફળ નેતૃત્વ કરી સમગ્ર દાહોદ જિલ્લાનું નામ રોશન કરે તે માટે નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને શુભેરછાઓ પાઠવવામાં આવી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!