DAHOD

દાહોદ લાયન્સ ક્લબ ઓફ દ્રારા નવા વર્ષના વધામણા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

તા.1.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સર્વ રોગ નિદાન કેમ્પ એમએફ કાપડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દાહોદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ દાહોદ સીટી અને એબિલિટી તેમજ પારુલ સેવાશ્રમ હોસ્પિટલ વાઘોડિયા ના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન માધ્યમિક શાળા ગરબાડા તારીખ 1/1 /2023 ને રવિવારના રોજ સવારે 9:30 થી 2.30 કલાક સુધી યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી લાયન્સની રાષ્ટ્રધ્વજ વંદના લાયન સંજયભાઈ પ્રજાપતિ પ્રમુખ એબિલિટી દ્વારા કરવામાં આવી સ્વાગત પ્રવચન તેમજ કાર્યક્રમ ની માહિતી એમ જે એફ ડો યુસુફી કાપડિયા મેનેજિંગ ટ્રસ્ટી એમ એફ કાપડિયા ચેરીટેબલ ટ્રસ્ટ અને ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાનોનું બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ના વૈભવ શાહ દ્વારા હોસ્પિટલ વિશેની માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમના અધ્યક્ષ એમ જે એફ લાયન જે પી ત્રિવેદી ઈમીજીયેટ પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન એમ જે એફ લાઈન જેપી ત્રિવેદી, મુખ્ય મહેમાન  મહેન્દ્રભાઈ ભાભોર ધારાસભ્ય ગરબાડા વિધાનસભા,  મનીષાબેન ગણાવા પ્રમુખ તાલુકા પંચાયત ગરબાડા ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો આભાર વિધિ લા સેફીભાઈ પીટોલવાળા ખજાનચી લાયન્સ ક્લબ સીટી દ્વારા કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયન કમલેશ લીમ્બાચીયા ડીસ્ટ્રીક ચેરમેન દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે લાયન તુલસી શાહ મંત્રી લાયન્સ ક્લબ સિટી ,સુરેશ ભૂરા, જયેશભાઈ નાયક ,મહંમદી ગરબાડાવાલા, અર્પિલ શાહ ,સિદ્દીક શેખ શાળાના આચાર્ય નીલભાઈ ભોઈ આ ઉપરાંત મોટી સંખ્યામાં લાઈન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સર્વે રોગ નિદાન કેમ્પમાં આશરે 1,000 લાભાર્થીઓએ લાભ લીધો હતો તેમને સાથે દવા પણ આપવામાં આવી હતી. નવા વર્ષના વધામણા લાયન મિત્રો દ્વારા સેવાયજ્ઞ કરી સમાજ ઉપયોગી કાર્ય દ્વારા કરવામાં આવ્યા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!