DAHOD

દાહોદ જિલ્લામાં લોકરક્ષક-લશ્કરી ભરતી માટેના તાલીમ વર્ગોનો પ્રારંભ કરાવતા જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા

તા.04.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

 

દાહોદ જિલ્લામાં લોકરક્ષક-લશ્કરી ભરતી માટેના તાલીમ વર્ગોનો પ્રારંભ કરાવતા જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા

૫૦૦ થી પણ વધુ અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ૪૫ દિવસ અપાશે સઘન તાલીમ દાહોદ જિલ્લામાં લોકરક્ષક-લશ્કરી ભરતીના ૪૫ દિવસીય તાલીમ વર્ગોનો પ્રારંભ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ કરાવ્યો છે. નવજીવન કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેઓએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આજથી જ ૫૦૦ વિદ્યાર્થીઓની તાલીમનો પ્રારંભ થતો હોય તેમને માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

એસપી  બલરામ મીણાએ કાર્યક્રમમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ આ ભરતીમાં મોટી સંખ્યામાં સફળ થઇ શકે તે માટે તાલીમ વર્ગો માટે સૌથી વધારે ગ્રાંટ આપણા જિલ્લાને ફાળવવામાં આવી છે. વિદ્યાર્થીઓને નિષ્ણાંતો દ્વારા સરસ તાલીમ મળવાની છે ત્યારે વિદ્યાર્થીઓ પણ પરીક્ષા પાસ કરવા માટે મહેનતમાં પાછી પાની ન કરે એ ઇચ્છનીય છે.

તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક તાલીમ વર્ગોનું આયોજન કરાયું છે. આ માટે વિદ્યાર્થીઓમાં પણ ખૂબ ઉત્સાહ છે. આ તાલીમ વર્ગો માટે અઢી હજારથી પણ વધુ ફોર્મ ભરાયા હતા અને જેમા સ્ક્રિનિંગ કરીને ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓની તાલીમ અપાઇ રહી છે. આ તાલીમ મળવાથી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ સારો દેખાવ કરી શકશે તેમ શ્રી મીણાએ ઉમેર્યું હતું.

આ તાલીમ વર્ગોમાં નિ:શુલ્ક છે. તદ્દઉપરાંત જે વિદ્યાર્થીઓની ૧૦૦ ટકા હાજરી હશે તેમને રૂ. ૨૦૦૦ સુધીના પુસ્તકો ફ્રી આપવામાં આવશે. જિલ્લા પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શનમાં આ તાલીમ વર્ગોનું આયોજન કરાયું છે. તેમજ અધિકારીઓ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આવશે

કાર્યક્રમમાં ડીવાયએસપી રાઠોડ, એસઓજી પીઆઇ કાનમીયા, પીઆઇ દેસાઇ તેમજ નવજીવન કોલેજના આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતા

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!